મુસ્તાક દલ/જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં રેંગિંગ મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જામનગરની સરકારી એમ.પી.શાહ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થી સાથે સિનિયર ડોક્ટર દ્વારા રેગિંગ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ડો. પ્રતીક પરમાર દ્વારા તેના પર રેગિંગ કરવામાં આવતું હતું. આખરે કંટાળી આ વિધાર્થીએ દિલ્હી રેગિંગ કમિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફરિયાદ દાખલ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં! આ દિગ્ગજ નેતાને બનાવ્યા નવા પ્રભારી


જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ સંલગ્ન જીજી હોસ્પિટલમાં સિનિયરએ જુનિયર તબીબનું રેગિંગ કર્યાના આક્ષેપ થયા હતા. જીજી હોસ્પિટલના સર્જરી વિભાગમાં મામલો સામે આવ્યો હતો. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તબીબ સાથે અયોગ્ય વર્તન થયાનો મામલો ડીન પાસે પહોંચ્યો હતો. હાલ આ બાબતે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ ચાલુ છે..


જામનગરમાં મહિલા નેતાઓ વચ્ચે તું તું મેં મે...નો બીજો કિસ્સો! 'ઔકાત હોય તો જ...'


પ્રથમ દર્શનીય રીતે મામલો સિનિયર જુનિયર વચ્ચે દર્દીની સારવારને લઈને થયેલ બોલાચાલી થઇ હોવાનું તારણ નીકળ્યું છે. બન્ને પક્ષે કાઉન્સિલગ પણ થયું છે. અને આ મામલો રેગિંગની વ્યાખ્યામાં આવતો નથી તેમ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈએ જણાવ્યું હતું. બન્ને સિનિયર અને જુનિયરને સફળ કાઉન્સિલગ બાદ પોતાની ભૂલો સમજાય છે. છતાં પણ આજે ફાઈનલ બેઠક આ અંગે બોલાવશે. 


VIDEO: ધારાસભ્ય રિવાબાએ કહ્યું; 'સાંસદ પૂનમ માડમે મને ભાન વગરની કીધી, પછી હું કંઈ.'