રવિ અગ્રવાલ/વડોદરા : સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જીતુ વાઘાણા દ્વારા ઘીના ઠામમાં ઘી ઢોલાયું હોવાની જાહેરાત કરતા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેતન ભાઇએ ભારતીય જનતા પાર્ટી અને મારી લાગણીને સ્વિકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉચ્ચ પોલીસ અધિકારીની પુત્રવધુ અકસ્માત કરીને ફરાર, આખરે પોલીસે સમાધાન કરાવ્યું


બીજી તરફ કેતન ઇનામદારને આ અંગે પુછવામાં આવતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ઘીનાં ઠામમાં ઘી ઢોળાયું નથી. જ્યાં સુધી મને લેખીત ખાતરી નહી આપવામાં આવે ત્યા સુધી રાજીનામુ પાછુ ખેંચવાનો સવાલ જ નથી. મારી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાતચીત કરી છે. આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા, રંજન બેન ભટ્ટ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જીતુ વાઘાણીએ વાતચીત કરી છે. કાલે અમારી વચ્ચે મુલાકાત થવાની છે. તેમની મધ્યસ્થીથી આ મુદ્દાનો ઉકેલ સકારાત્મક આવે તેવી હું આશા રાખુ છું. 


વાઘાણીએ કહ્યું સબ સલામત: ઇનામદારે કહ્યું લેખીત ખાતરી નહી તો વાટાઘાટો પણ નહી


જો કે આ તમામ વચ્ચે ક્યાં મુલાકાત થવાની છે તેવું પુછવામાં આવતા તેનો જવાબ ન તો કેતન ઇનામદાર આપી શક્યા હતા કે ન તો જીતુ વાઘાણી આપી શક્યા હતા. જીતુ વાઘાણીને પુછવામાં આવ્યું કે, કેતન ભાઇ અહીં આવશે કે તમે વડોદરા જશો ત્યારે તેમણે કહ્યું કે, હજી કાલ તો પડવા દો. જો કે તેમણે આડકતરી રીતે એટલું જરૂર કીધું કે એક કાર્યકર્તા તરીકે હું તેમને અત્યારે બોલાવું તો અત્યારે પણ તેઓ આવે.


આખરે ઘીનાં ઠામમાં ઘી: કેતન ઇનામદારને મનાવી લેવાયાની જીતુ વાઘાણીની જાહેરાત

જ્યારે આ જ સવાલ કેતનભાઇને પુછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, મુલાકાત અંગે હજી સુધી કાંઇ નક્કી થયું નથી. પરંતુ જીતુભાઇ વાઘાણીએ મને અત્યારે જ મળવાનું કહ્યું હતું. પરંતુ મે ના પાડીને કહ્યું કે, કાલે ગુરૂવારે છે પુજ્ય બાપજીનો વાર છે. તેથી કાલે જ મુલાકાત ગોઠવીએ તો વધારે યોગ્ય રહેશે. તેમણે મારી આ માંગને પણ મંજુર રાખી છે. કાલે અમે મુલાકાત કરીશું. જેથી આ બંન્નેએ આ સવાલોનો કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતુ પરંતુ બંન્નેએ પોતાની આત્મશ્લાઘા જરૂર વ્યક્ત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube