રાજપીપળા : રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા 22 વર્ષોથી નર્મદા જિલ્લાનાં ગોરા ખાતે આવેલા શુલપાણેશ્વર મંદિરમાં પુજન અર્ચન કરે છે. આજે સોમવતી અમાસે શિક્ષણમંત્રીએ શુલપાણેશ્વર મંદિર ખાતે પુજા કરી હતી. આ સમયે શિક્ષણમંત્રીએ રાજ્યની શાળાઓ ચાલુ કરવામાં ઉતાવળ નહી કરવા અને ફી લેવાની વાતો કરનારી શાળાઓ સામે પગલા લેવાની વાત પણ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ક્રાઇમબ્રાંચે મુંબઇના મોટા ડ્રગ ડિલરની ધરપકડ કરી, પત્નીને સાથે રાખી કરતો સપ્લાય

શિક્ષણમંત્રીએ જો કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, વેબિનાર દ્વારા મે શિક્ષણવિદો અને ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. જેમાં શાળા ખોલવાની કોઇ જ ઉતાવળ નહી કરવા માટે તથા સંપુર્ણ જનજીવન રાબેતા મુજબ થયા બાદ જ શાળાઓ રાબેતા મુજબ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 20થી 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવા માટેનું સુચન પણ કરવામાં આવ્યું હતું. જેથી આ અંગે પણ એક નિષ્ણાંતોની કમિટી રચીને કામગીરી ચાલી રહી છે. 


સુરત: જૈન સંપ્રદાયના ગુણરત્નસુરીશ્વરના ઉત્તરાધિકારી તરીકે પુણ્યરત્નસુરીશ્વરનાં નામની જાહેરાત

જો કે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની મહામારી હોવા છતા પણ શિક્ષણકાર્ય બંધ રહ્યું નથી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓનલાઇન માધ્યમથી શિક્ષણકાર્ય નિરંતર ચાલી રહ્યું છે. માટે વિદ્યાર્થીઓ ઘરે રહીને પણ અભ્યા કરી રહ્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube