અમદાવાદઃ રાજ્યના ઘણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા, તાપી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. ભારે ગરમી બાદ વરસાદ આવતા લોકોને રાહત મળી છે. આ સિવાય સુરત અને મહીસાગરમાં પણ વરસાદનું આગમન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ
રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. લોકો બફારાથી પરેશાન છે. આ વચ્ચે કેટલાક જિલ્લામાં વરસાદ પડ્યો છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. પીનપુર, ચોખવાડા, કેવડી, ચવડા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.


આ પણ વાંચો- ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ હાથમાં ચિતરાવ્યું પુત્ર, પુત્રવધૂ અને પત્નીનું ટેટુ


આ સિવાય મહીસાગર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે ગરમી બાદ બાલાસિનોરમાં વરસાદ પડ્યો છે. આ સિવાય ભાવનગર જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે ભારે પવન ફૂંકાયો હતો. આકાશમાંથી વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. શહેરમાં ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. 


બોટાદ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું હતું. ભારે ગરમી બાદ વરસાદ પડ્યો હતો. બોટાદ શહેરના ગઢડા રોડ, ભાવનગર રોડ, પાળીયાદ રોળ, ટાવર રોડ સહિત અન્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય તાપી જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું હતું. તાપીના વ્યારા, સોનગઢ, વાલોડ સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. વડોદરા જિલ્લાના પાદરામાં પણ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.