જુનિયર ક્લર્કની પરીક્ષા પૂર્ણ થઈ પરંતુ હજારો ઉમેદવારો અટવાયા, કારણ જાણીને તમે પણ દઈ દેશો માથે હાથ
હાલ રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન ન હોવાથી ઉમેદવારોની ભારે ભીડ જણાઈ રહી છે અને વિદ્યાર્થીઓ બસની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર સહિતના સેન્ટરમાંથી 50 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા રાજકોટ પહોંચ્યા હતા.
ન્યૂઝ/રાજકોટ: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર હેમખેમ પૂર્ણ થઈ ગયું છે. જુનિયર ક્લાર્કનું પેપર સરળ હોવાનું પણ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે અમને સમય ઓછો પડ્યો. જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં બોર્ડે હાશકારો અનુભવ્યો છે. હવે પરીક્ષા પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાં ઉમેદવારો પોતાના ઘર તરફ વળ્યા છે, જેના કારણે દરેક એસટી સ્ટેન્ડમાં ભારે ઘસારો દેખાઈ રહ્યો છે, દરેક ઉમેદવારો હોંશેહોંશે પરીક્ષા આપ્યા બાદ હસતા મુખે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે.
જુનિયર ક્લાર્ક પરીક્ષાના ઉમેદવારો માટે દેવદૂત બની ગુજરાત પોલીસ, મદદનો હાથ લંબાવ્યો
રાજકોટમાં બસનું આયોજન
હાલ રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન ન હોવાથી ઉમેદવારોની ભારે ભીડ જણાઈ રહી છે અને વિદ્યાર્થીઓ બસની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર સહિતના સેન્ટરમાંથી 50 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા રાજકોટ પહોંચ્યા હતા. બીજી બાજુ રાજકોટમાં બસનું આયોજન ન હોવાના કારણે અમદાવાદ માટેની બસ સાંજે સાત વાગ્યા પછી દોડાવવામાં આવશે તેવો ઉમેદવારો આક્ષેપ કરી રહ્યા છે. જે ઉમેદવારોએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હશે તે જ ઉમેદવારોને એક્સ્ટ્રા બસમાં બેસાડવામાં આવશે તેવો રાજકોટ એસટી વિભાગનો નિર્ણય છે. કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
વારંવાર થાય છે કોરોના, તો શરીરની ઈમ્યુનિટી માટે મોટો ખતરો: નિષ્ણાતોએ આપી ચેતવણી
મહત્વનું છે કે, રાજકોટ બસ સ્ટેન્ડમાં જ નહીં, રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેન્ડમાં પણ ઉમેદવારોની ભારે ભીડ જણાઈ રહી છે. કોઈપણ પ્રકારના માથાકૂટ જેવા બનાવ ન બને તે માટે રાજકોટ એસટી ડેપોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સામાજિક સંસ્થાઓ દ્વારા ઉમેદવારો માટે ઉનાળામાં રાહત મળે તે માટે છાસ તથા પાણીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી કોણ જીતશે? અહીં મળી જશે જવાબ
નોંધનીય છે કે, રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વૉડ રાખવામાં આવ્યા હતા. પેપર વધુ લાંબુ હોવાને કારણે ઉમેદવારોને સમય ઓછો પડ્યો હોવાનું જણાવા મળી રહ્યું છે. પેન, ઓળખકાર્ડ અને કોલલેટર લઈ જતા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયા હતો. પેપર સરળ હોવાના કારણે ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.