GT vs KKR:આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી કોણ જીતશે? અહીં મળી જશે જવાબ
KKR vs GT: આજે IPLમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.
Trending Photos
KKR vs GT Match Prediction: IPL 2023 માં આજે (9 એપ્રિલ) બે મેચ રમાશે. પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બપોરે 3.30 કલાકે શરૂ થનારી આ મેચમાં ગુજરાત ટાઇટન્સનો હાથ થોડો ઉપર હોય તેવું લાગી રહ્યું છે. આ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ કરતા વધુ સંતુલિત લાગે છે.
ગુજરાતની ટીમ છેલ્લી સિઝનની વિજેતા છે. તે આ સિઝનમાં પણ ચેમ્પિયનની જેમ રમી રહી છે. ગુજરાતે આ સિઝનની તેની શરૂઆતની બંને મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી છે. ગુજરાતની ટીમ પોતાની બેટિંગમાં ઘણી ઉંડાણ ધરાવે છે. આ ટીમમાં ઝડપી બોલરો અને સ્પિન બોલરોનું પણ સારું સંતુલન છે. ઓલરાઉન્ડરો પણ સારી સંખ્યામાં છે. સૌથી મહત્વની વાત એ છે કે તમામ ખેલાડીઓ સારી લયમાં પણ જોવા મળી રહ્યા છે.
ગુજરાતની ટીમ પાસે રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ અને ડેવિડ મિલર જેવા બેટ્સમેન છે. જેમાં હાર્દિક પંડ્યા, રાહુલ તેવટિયા અને રાશિદ ખાન જેવા ઓલરાઉન્ડર છે. આ ટીમનું ઝડપી બોલિંગ આક્રમણ પણ ખતરનાક છે. મોહમ્મદ શમી અને અલઝારી જોસેફ જેવા બોલર છે. આ તમામ ખેલાડીઓ પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે.
આ પણ વાંચો
આજે ખરી કસોટીનો દિવસ : 9.53 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કનું પેપર આપશે
છાપરા ઉડી જાય એવી આગાહી! સાચવજો, આ વિસ્તારોમાં બે દિવસમાં આવી શકે છે વાવાઝોડું
09 એપ્રિલ 2023 રાશિફળઃ કોને નડશે અને કોને ફળશે ગ્રહોની ચાલ? કેવો રહેશે આજનો દિવસ?
કેકેઆરના ખેલાડીઓમાં નિયમિતતાનો અભાવ
કોલકાતાની ટીમ સ્પિન બોલિંગમાં ટોપ પર છે પરંતુ આ ટીમ ફાસ્ટ બોલિંગ અને બેટિંગમાં સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. ટીમ પાસે ઉમેશ યાદવ અને ટિમ સાઉદી જેવા સારા ફાસ્ટ બોલર છે પરંતુ તેઓ હજુ પોતાનો રંગ દેખાડી શક્યા નથી. કેકેઆરના બેટ્સમેનોમાં નિયમિતતાનો અભાવ છે. ટોપ-7માંથી માત્ર એક કે બે બેટ્સમેન જ ચાલી શકે છે. જણાવી દઈએ કે KKR આ સિઝનની તેમની પ્રથમ મેચ હારી ગયું હતું, પરંતુ બીજી મેચમાં મોટી જીત નોંધાવી હતી.
હેડ ટુ હેડ રેકોર્ડ
કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમાઈ છે. ગત સિઝનમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે કોલકાતાને 8 રનથી હરાવ્યું હતું.
આ પણ વાંચો
ડાયાબિટીસના દર્દીએ રાત્રે સુતા પહેલા કરી લેવું આ કામ, બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય
Gujarat Corona Update: કોરોનાના કેસમાં ઘટાડો, નવા 260 કેસ નોંધાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે