ઝી બ્યુરો/નર્મદા: તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકે લંપટ શિક્ષક વિરૂદ્ધ શિક્ષિકાએ છેડતીની ફરિયાદ કરતા શિક્ષણ જગતમાં ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં બુહારી ગામની એક સંસ્થાની શાળામાં ફરજ બજાવતા શિક્ષક આરોપીએ ત્યાં ફરજ બજાવતી એક શિક્ષિકાની છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાને મળશે નવો કેપ્ટન, આ ખેલાડીને આપવામાં આવી સકે છે કમાન?


તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે આવેલ સંસ્થાની શાળામાં માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શિક્ષક આરોપી ઉત્તમભાઈ સોલંકીએ ત્યાં ફરજ બજાવતી શિક્ષિકાને ગુલાબનું ફૂલ આપી તેમજ ચિઠ્ઠી આપી તેનો પીછો કરી બીભત્સ માંગણીઓ કરતા શિક્ષિકાએ કંટાળી આખરે પોલીસનું શરણું લેવું પડ્યું હતું. 


ગુજરાતમાં આ જગ્યાએ ભગવાન રામે વિતાવ્યા હતા વનવાસના 11 વર્ષ, શું તમે જાણો છો? 


જેમાં શિક્ષિકાએ વાલોડ પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ આપતા વાલોડ પોલીસે શિક્ષકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ લંપટ શિક્ષકની કરતૂતને લઈ સમગ્ર તાપી જિલ્લાના શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી છે. 


આ સરકારી યોજનામાં દરરોજ કરો બસ 417 રૂપિયાનું રોકાણ, મળશે પુરા 67 લાખ રોકડા