ગુજરાતમાં આ જગ્યાએ ભગવાન રામે વિતાવ્યા હતા વનવાસના 11 વર્ષ, શું તમે જાણો છો? 

ગુજરાતમાં પણ એક એવી પણ જગ્યા છે જે વિશ્વ ફલક પર હિલ સ્ટેશન તરીકે તો પ્રખ્યાત છે જ પરંતુ સાથે સાથે ધાર્મિક માન્યતા પણ સંકળાયેલી છે. તો ચાલો આ જગ્યા વિશે જાણીએ. 

ગુજરાતમાં આ જગ્યાએ ભગવાન રામે વિતાવ્યા હતા વનવાસના 11 વર્ષ, શું તમે જાણો છો? 

ગુજરાતમાં એવા અનેક ફરવા માટેના સ્થળ છે જ્યાં જઈને તમે તમામ તણાવ એક બાજુ પર મૂકીને કુદરતના સાંનિધ્યમાં જતા રહો. ડોન હિલ સ્ટેશન, વીલ્સન હિલ્સ, પાવાગઢ, ગિરનાથ સહિત અનેક એવા સ્થળો છે જ્યાં જઈને તમે ખુશનુમા માહોલ અનુભવી શકો છો. ગુજરાતમાં પણ એક એવી પણ જગ્યા છે જે વિશ્વ ફલક પર હિલ સ્ટેશન તરીકે તો પ્રખ્યાત છે જ પરંતુ સાથે સાથે ધાર્મિક માન્યતા પણ સંકળાયેલી છે. તો ચાલો આ જગ્યા વિશે જાણીએ. 

ગુજરાતનું હવા ખાવાનું સ્થળ
આપણે ગુજરાતીઓ મોટાભાગે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અને કાં તો પછી નૈનીતાલ કે મસૂરી જેવા હિલ સ્ટેશનો પર  જવાનું પસંદ કરતા હોઈએ છીએ પરંતુ શું તમને આ એક હિલ સ્ટેશન વિશે ખબર છે જે માઉન્ટ આબુને પણ ટક્કર મારે એવું છે. સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. આ જગ્યાનું હવામાન એકદમ ખુશનુમા છે અને હંમેશા રહે છે. સાપુતારાનો અર્થ જોઈએ તો તે સાપોનું ઘર એમ થાય છે. અહીં બગીચાઓમાં મોટા મોટા સીમેન્ટના સાપ બનાવવામાં આવેલા છે. અહીં જંગલોમાં પણ સાપની વિવિધ જાતિઓ મળી આવે છે. 

અહીં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. એટલે જ તેને ગુજરાતનું સ્વિટ્ઝર્લૅન્ડ પણ કહેવામાં આવે છે. સાપુતારાએ ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે.

ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન ભયંકર ગરમીની સિઝનમાં પણ સાપુતારામાં તાપમાનનો પારો કદી 28 કે 30 ડિગ્રીની ઉપર નથી જતો. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. 

ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઈઝ પોઇન્ટનો લ્હાવો પણ માણી શકાય છે. સાપુતારાથી થોડે દૂર "ગુજરાતનો નાયગ્રા" કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે. સાપુતારામાં રોકાવા માટે અનેક હોટલો અને ગેસ્ટ હાઉસની સુવિધા છે. ગુજરાત સરકારે પણ આ હિલસ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે. સરકાર સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવુ બનાવીને પ્રવાસીઓને વધુમાં વધુ સવલત મળે તેવુ આયોજન ઘડી રહી છે.

સાપુતારામાં શું-શું જોવા લાયક છે?
આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. એડવેંચરને પસંદ કરતા લોકો માટે એડવેંચર સ્પોર્ટસ, અને વસવાટની એવુ સુંદર વ્યવસ્થા કે હિલસ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીઓને ત્યાં જ રોકાવાનુ મન થઈ જાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.

ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે. હોળીના સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય માણવાલાયક હોય છે. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્‌ભૂત દ્રશ્ય જોવા મળે છે.

સાપુતારાનું ધાર્મિક મહત્વ
આ તો થઈ ફરવાની વાત પરંતુ સાપુતારાનું ધાર્મિક મહત્વ પણ જરાય કમ નથી. ધાર્મિક દ્રષ્ટિએ પણ સાપુતારાને એક ઉત્તમ સ્થળ ગણવામાં આવે છે. ડાંગ જિલ્લામાં ગીચ જંગલ વિસ્તાર છે. એવી માન્યતા છે કે ભગવાન રામે પોતાના વનવાસ કાળના 11 વર્ષ અહીં વિતાવ્યા હતા. પ્રાચીનકાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામાયણમાં શ્રીરામના ૧૪ વર્ષના વનવાસ કાળનો ઉલ્લેખ છે. આ ૧૪ વર્ષના વનવાસ કાળમાંથી શ્રીરામે સીતા અને લક્ષ્મણ સાથે ૧૧ વર્ષ આ જંગલમાં વિતાવેલા છે.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news