અમદાવાદ : કોરોના વાયરસના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં આજે નવા 31 કેસ એક સાથે સામે આવ્યા છે. તમામ કેસોમાંથી 25 કેસો હોટસ્પોટ વિસ્તારમાંથી સામે આવી ગયા છે. જ્યારે અન્ય 6 નવા કેસ એક જ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. આજે આવેલા નવા કેસોમાં દાણીલીમડાના સફી મંઝીલમાં રહેતી એક વર્ષની બાળકીને પણ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરનાં 2 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી, 1 દર્દીનું નિપજ્યું મોત


જ્યારે 80 વર્ષ વૃદ્ધાનો કેસ પણ પોઝિટિવ આવ્યો હતો. આજે નોંધાયેલા કેસોમાં હોટસ્પોટ અને દાણીલિમડામાંથી જ 11 કેસો આવ્યા હતા. નવરંગપુરા વિસ્તારમાં 7, માણેકચોકમાં 5 અને દરિયાપુર અને વટવામાંથી 3-3, આંબાવાળી અને બહેરામપુરામાંથી 1-1 કેસ સામે આવ્યા છે.


કોવિડ-19 સામે લડત આપવા શરૂ કરી કાપડના માસ્ક બનાવવાની પહેલ
જો કે સૌથી મહત્વનું છે કે, આજનાં તમામ પોઝિટિવ કેસોમાં મહિલાઓ વધારે છે. દાણીલીમડાના સફી મંઝીલમાં રબિયા એપાર્ટમેન્ટમાંથી 9 કેસ નોંધાયા છે. દાણીલીમડાના સફી મંઝીલ વિસ્તાર હાલમાં કોરન્ટાઇન હેઠળ છે. નવરંગપુરામાં એક જ પરિવારનાં કેસ સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી ચાલુ કરી દેવાઇ છે. આ પરિવાર  કોન્ટ્રેક્ટ ટ્રેસિંગની કામગીરી  ચાલી રહી છે.  આજના 31 કેસોમાં 18 મહિલાઓ અને 13 પુરૂષ છે. જે પૈકી 7 અને 8 વર્ષની બે બાળકીઓનો પણ સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર