ઝી મીડિયા/અમદાવાદ :ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે વોશિંગ્ટનથી ગઈકાલે રાત્રે અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. જર્મનીમાં રાત્રિના રોકાણ કર્યા બાદ તેઓ આજે સવારે 11.40 એ ભારત પહોંચશે. ટ્રમ્પના સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ ક્ષણ અમદાવાદ માટે ખાસ બની રહેવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરવાના છે. બંન્ને નેતાઓ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેવાના છે. ત્યારબાદ બંન્ને નેતાઓ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે. અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે ટ્રાફિકને લઈને ત્રીજું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં કુલ 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો શહેરમાં અત્યાર સુધી કુલ 18 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પૂરા ન થાય ત્યાં સુધી તમામ રસ્તાઓ બંધ રહેશે. 


Live : ગણતરીના કલાકમાં અમદાવાદ આવી પહોંચશે ટ્રમ્પ, સ્વાગત માટે આખું ગુજરાત તૈયાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે મોટેરાગામથી મોટેરા સ્ટેડિયમનો રસ્તો બંધ કરાયો છે. તો સવારથી જ લોકોને અન્ય રસ્તા પર ડાયવર્ટ કરાયા છે. આ સમગ્ર રુટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ટ્રમ્પ અને મોદીના રોડ શોને કારણે ગાંધીનગર જવાના રસ્તાઓ મહત્વના છે. તેથી ઈન્દિરા બ્રિજથી ભાટ કોટેશ્વર ચોકડી તરફનો રસ્તો બંધ રહેશે. તો ઈન્દિરા બ્રિજ જવા માટે એપોલો સર્કલથી રણાસણ સર્કલ અથવા તપોવન સર્કલથી શહેરમાં પ્રવેશ મળશે. ભાટ ગામના રહિશો અંદરના રસ્તાઓથી ભાટ ટોલ ટેક્સ રીંગ રોડ જઈ શકશે. કોટેશ્વર ગામના લોકો આજે વીઆઈપી રુટનો ઉપયોગ નહિ કરી શકે. રણાસણ સર્કલથી વૈષ્ણૌવદેવી સર્કલ સુધીનો રસ્તો ‘નો પાર્કિંગ’ ઝોન કરાયો છે. 


રાશિફળ 24 ફેબ્રુઆરી: 4 રાશિઓનું ભાગ્ય આજે ચમકશે, એક રાશિના સરકારી કર્મચારીઓ માટે છે શુભ દિવસ   


આ રસ્તાઓ બંધ રહેશે


  • પાવર હાઉસ સર્કલથી જનપથ ટીથી વિસત સર્કલથી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ..

  • પાવરહાઉસ સર્કલથી જનપથ ટીથી વિસત સર્કલ થી તપોવન સર્કલ સુધીનો માર્ગ પર પ્રતિબંધ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક