હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરામાં આજે અજીબોગરીબ ઘટના બની હતી. ફાઈનાન્સ કંપનીમાં ઘૂસેલા ચોરનું મોત નિપજ્યું હતું. આ ચોરનુ મોત કેવી રીતે થયું તે પણ અચરજ પમાડે તેવી વાત છે. લોકર ચોરી દરમિયાન ચોરથી કટરનો ખોટી રીતે ઉપયોગ થયો હતો અને પોતે જ એ કટરથી મોતે ભેટ્યો હતો.  


નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં હોબાળો, વિદ્યાર્થીને બોલાવીને તેનુ સન્માન ન કરાયું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સંગમ ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી. સંગમ ચાર રસ્તા પાસે ઉજજીવન સ્મોલ ફાઇનાન્સની ઓફિસ આવેલી છે. મોડી રાત્રે આ ઓફિસમાં ચોરી કરવા આવેલા તસ્કરનું મોત નિપજ્યું હતું. રાત્રિ દરમિયાન તસ્કરે ઓફિસમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરે ચોરીમાં વપરાયેલા કટરે જ તેનો જીવ લીધો હતો. તસ્કરે કટરથી સ્ટ્રોંગ રૂમનું લોકર કાપ્યું હતું. ચોરી દરમિયાન અચાનક કટર ચાલુ થઈ ગયું હતુ, અને તસ્કરને વાગ્યું હતું. જેથી ત્યાં જ તેનો જીવ ગયો હતો. આ મામલે વારસિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ તસ્કર કોણ છે અને ક્યાંથી આવ્યો હતો તે વિશે તપાસનો દોર શરૂ કર્યો હતો. 


વરસાદી માહોલ અને દરિયાનો મિજાજ જોતા ગુજરાતના 7 બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું


આ અંગે તપાસ અધિકારીએ માહિતી આપી કે, ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સની ઓફિસી વિજીલન્સની ઓફિસ ચેન્નાઈમાં આવેલી છે. તેથી કંપનીનો સ્ટાફ સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરી રહ્યો હતો. તેઓને કેમેરામાં ચોરની હરકત દેખાઈ હતી. જેથી ચેન્નાઈથી વડોદરાના મેનેજરને ફોન કરવામાં આવ્યો હતો કે, બેંકમાં કોઈ ફરી રહ્યું છે. મોડી રાત્રે ફોન આવતા કંપનીના મેનેજર તાત્કાલિક ઓફિસે પહોંચ્યા હતા. મેનેજરે પહોંચીને જોયું તો તસ્કરની લાશ પડી હતી. તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી પેટ્રોલિંગ કરતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર