ગાંધીનગર : રાજ્યભરમાં કૃષિમાં વીજળીની ઘટ છે ત્યારે આજે એક એવા ખેડૂતની વાત કરવી છે કે જેણે સૂર્ય ઉર્જાને મુખ્ય સ્ત્રોત બનાવીને પોતાના ખેતરમાં ગમે ત્યારે અને ગમે ત્યાંથી પિયત કરી શકે છે. સોલાર એનર્જીમાં થોડી ટેક્નોલિજીનો ઉમેરો કરીને આજે આ ખેડૂતે નમૂનેદાર કામ કરેલ છે. કુદરતે આપણે ઉર્જાના અખૂટ ભંડાર આપેલા છે અને એમાં પણ સૂર્ય ઉર્જા એટલે ક્યારેય ના ખૂટે તેવી ઉર્જા આ ઉર્જાને સોલાર ઉર્જાને વીજળીમાં પરિવર્તિત કરીને હાલ વીજળીની ઘટ પુરી કરી શકાય છે. ત્યારે આ ઉર્જાનો ઉપયોગ કરતા વીરપુરના એક ખેડૂતે તેમાં થોડી ટેક્નોલોજી ઉમેરીને ગમે ત્યાંથી તે ખેતરમાં પિયત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પંક્ચરનું સોલ્યુશન વેચતા વેપારીની ધરપકડ, બાળકોનું ભવિષ્ય કરતા બરબાદ


આ છે રાજકોટ જિલ્લાના અરવિંદભાઈ ગાજીપરા તેવો વીરપુરમાં એક પ્રગતિશીલ ખેડૂત તરીકે ઓળખાય છે. સમગ્ર રાજ્યના ખેડૂતો સરકાર પાસે ખેતરમાં પિયત કરવા માટે વીજળીની માગ કરે છે, ત્યારે અરવિંદભાઈએ સરકાર પાસેથી એકપણ યુનિટ વીજળી લીધા વગર તેના આખા ખેતરમાં પિયત કરી લીધું છે. હા અરવિંદ ભાઈએ સોલાર એનર્જીનો ખુબજ બુદ્ધિ પૂર્વક ઉપયોગ કરીને તેના ખેતરમાં સોલાર એનર્જીથી ચાલતી કૂવાની મોટરો અને સબમર્સીબલ બેસાડી દીધા છે, સાથે સાથે સરકાર દ્વારા ગ્રીન એનર્જી અને સોલાર એનર્જીને પ્રોત્સાહન આપતા હતા. 


સિંગાપુરના હાઇકમિશ્નર ગુજરાતની મુલાકાતે, મુખ્યમંત્રીએ કરી ખાસ અપીલ


ત્યારે પોતાના ખેતરમાં સોલાર પાવર સિસ્ટમ બેસાડી દીધી છે. હવે અરવિંદ આ સોલાર પાવરથી પોતાના ખેતરમાં પિયત તો કરે છે પરંતુ તેણે આ સોલાર પાવરમાં થોડો ટેક્નોલાજીકલ ફેરફાર કરીને તેને તેણે તેના મોબાઈલ સાથે જોડી દીધી અને હવે તેને જયારે ઈચ્છા થાય ત્યારે તે આ સિસ્ટમને પોતના મોબાઈલથી ઓપરેટ કરે અને પોતના ખેતરમાં પિયત કરેએ પણ તને ઈચ્છા થાય ત્યારે અને તે જે જગ્યાએ હોય ત્યાંથી પોતાના ખેતરે જવાની જરૂર રહેતી નથી. હવે તે દરેક ખેડૂતને ખેતરમાં સોલાર સિસ્ટમ બેસાડવા માટે અનુરોધ કરે છે. જેથી ખેડૂતે સરકાર દ્વારા આપવામાં આવતી વીજળીના ભરોસે ના બેસવું પડે.


અસામાજિક તત્વો સામે પોલીસ ઇચ્છે તે પ્રકારે કાર્યવાહી કરે, આ સ્થિતિ સહ્ય નહી: CM


રાજ્ય ભરમાં કૃષિમાં અપાતી વીજળીને લઈને ઘટ વર્તાઈ રહી છે અને વીજળીના અભાવે ખેડૂતોના ઉભા મોલ પિયતના અભાવે સુકાઈ રહ્યાં છે ત્યારે વીરપુરના આ ખેડૂતે બીજા અન્ય ખેડૂતોને ઉદાહરણ રૂપ બન્યા છે. અન્ય ખેડૂતો પણ અરવિંદભાઈના ખેતરે તેણે મુકેલ સોલાર સિસ્ટમ અને તેની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ જોવા માટે આવે છે અને તેવો પણ સરકાર પાસે વિનંતી કરે છે કે સરકાર ખેતી માટેની સોલાર પાવરમાં અપાતી સબસીડી ફરીથી શરૂ કરે જેથી ખેડૂતો તેના ખેતરોમાં સોલાર પાવર સિસ્ટમ નાખી શકે. જે ખેડૂતો અને સરકાર બંનેના હિતમાં રહેશે આ સોલાર પાવર સિસ્ટમને જોઈને હવે ખેડૂતો પણ સરકાર પાસે સોલાર ઉર્જામાં સરકાર ફરીથી સબસીડી આપે તેવી માંગ કરી રહ્યાં છે. સૂર્ય ઉર્જા એ ક્યારેય ન ખૂટે તેવી ઉર્જા છે અને જો તેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ગુજરાત જેવા રાજ્યમાં ઘરે ઘરે કે ખેતરે ખેતરે તેનો વીજળીમાં બદલવાની પધ્ધતિ શરૂ થાય તો ભવિષ્યમાં ગુજરાતને વીજળીની કોઈ કમી ના રહે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube