કેતન બગડા/અમરેલી: ચલાલા શહેરમાં એક અનોખા રેડિયો પ્રેમી રહે છે. જેની પાસે 250 જેટલા પૌરાણિક રેડિયો છે. અલગ અલગ પ્રકારના વિવિધ રેડિયોનું કલેક્શન ચલાલાના સુલેમાનભાઈ પાસે છે. જ્યારથી રેડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો કાર્યક્રમ શરૂ થયો છે, ત્યારથી ધીમે ધીમે લોકો રેડિયા તરફ જાગૃત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, રાજ્ય સરકારનો મોટો નિર્ણય


અત્યારના આધુનિક યુગમાં લોકોને વિવિધ પ્રકારના શોખ હોય છે ત્યારે અમરેલીના ચલાલા ગામે રહેતા સુલેમાન ભાઈને રેડિયોનો શોખ છે સુલેમાન ભાઈ ભારત દેશમાંથી જુદી જુદી જગ્યાએથી રેડિયોનું કલેક્શન કરે છે.સુલેમાન ભાઈ ના ઘરે 250 જેટલા વિવિધ પ્રકારના રેડિયો છે આ દરેક રેડિયો શરૂ છે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જ્યારથી મન કી બાત રેડિયો પર શરૂ કરી છે ત્યારથી લોકો રેડિયો તરફ પડ્યા છે અને તેમની પાસે રેડિયોની જાણકારી લેવા આવે છે અને પૌરાણિક રેડિયો પણ ખરીદી કરીને લઈ જાય છે.



હવે ગુજરાતમાં માવઠું કે ગરમીથી મોટું બીજું કયું સંકટ આવશે, અંબાલાલ પટેલની મોટી આગાહી


Zee 24 કલાકની ટીમે જ્યારે સુલેમાનભાઈ ની મુલાકાત લીધી ત્યારે સુલેમાન ભાઈએ જણાવ્યું હતું કે જ્યારથી રેડિયો ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે ત્યારથી લોકો રેડિયો તરફ આકર્ષાયા છે હાલના આધુનિક યુગમાં લોકો ગીત સાંભળવા માટે ટીવી અને મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે પરંતુ પહેલાના સમયમાં સમાચાર હીન્દી ગીત ગુજરાતી ગીત લોકો રેડિયો ઉપર સાંભળતા હતા ગુજરાતી ભજનો પણ લોકો રેડિયો ઉપર સાંભળતા હતા અને જેના ઘરે રેડિયો હોય તે સમયમાં તે ઘર મોટું ગણાતું પરંતુ જેમ જેમ સમય પસાર થતાં લોકોના મનમાંથી રેડિયો ધીમે ધીમે વિસરાઈ ગયો હતો. 



ગુજરાતની ખાનગી-સરકારી સ્કૂલોને કર્યો મહત્વપૂર્ણ આદેશ, શિક્ષણ વિભાગનો પરિપત્ર જાહેર


પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મન કી બાત નામનો કાર્યક્રમ રેડિયો ઉપર શરૂ કરતા લોકો હવે રેડિયો તરફ વળ્યા છે લોકો હવે ધીરે ધીરે પોતાના ઘરમાં રેડિયો વસાવાની વાત કરી રહ્યા છે સુલેમાનભાઈ દલ પાસે 250 જેટલા અલગ અલગ કંપનીના જુના રેડિયો છે જે બધા રેડિયો શરૂ છે. સુલેમાન ભાઈ ઝી 24 કલાકની સાથે વાત કરતા જણાવ્યું હતું કે મન કી બાત નામનો કાર્યક્રમ જ્યારથી શરૂ થયો છે ત્યારથી આજની યુવા પેઢી અને લોકો રેડિયોની પૂછપરછ માટે તેમની પાસે આવે છે અને રેડિયોની જાણકારી મેળવે છે.



આમ વિસરાઈ ગયેલ રેડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી વખત જીવંત બનાવ્યો છે જેમનું સુલેમાનભાઈ દલને ખૂબ જ ગર્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુલેમાનભાઈ દરેક ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોને રેડિયો તરફ વાળવાનો ઉત્તમ પ્રોગ્રામ એટલે મન કી બાત.



સાબરમતી નદી બની સ્યુસાઈડ પોઇન્ટ! માત્ર 5 કલાકમાં આ બ્રિજ પાસેથી 4 મૃતદેહ મળતા ખળભળાટ


ચલાલા ના રેડિયોના શોખીન સુલેમાનભાઈ દલને વડાપ્રધાનના મન કી બાત નામના કાર્યક્રમનો જે ઉત્સાહ લોકોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સાંભળવાનો છે એટલોજ ઉત્સાહ લોકો રેડિયો તરફ વળ્યા અને વડાપ્રધાને રેડીયોને ફરીથી જીવંત બનાવ્યો અને આજે 100 એપિસોડ પુરા થયા તેનું ગર્વ છે.