યુવકની પ્રેમકહાની અધૂરી રહી ગઈ, પ્રેમિકાની ઘરની બહાર મોત વ્હાલુ કર્યું
Live Suicide Videl : ભાવનગર: અધેલાઈ ગામના યુવાને આપઘાત કર્યો... પ્રેમ સંબંધમાં ઝેરી દવા ગટગટાવીને કર્યો આપઘાત... યુવતીના પિતાએ લગ્ન કરાવવાની ના પાડતાં યુવાને ભર્યુ પગલું... યુવાને આપઘાત પહેલાં વીડિયો બનાવી વાયરલ કર્યો
Bhavnagar News ભાવનગર : ભાવનગર જિલ્લાના અધેલાઈ ગામના યુવાને પ્રેમસંબંધને લઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. શહેરની યુવતી સાથે અધેલાઇ ગામે રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પરંતુ લગ્ન માટે યુવતીનો પરિવાર સમત નહિ થતાં યુવાને પ્રેમી યુવતીના ઘરની બહાર ઝેરી દવા પી લીધી હતી.
પ્રાપ્ત માહિતીઅનુસાર, અઘેલાઈ ખાતે રહેતા રોશન દિનેશભાઈ તલાવીયાને કુંભારવાડા વિસ્તારની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ યુવતી અગાઉ યુવક સાથે ભાગીને રોશન તલાવિયાના ઘરે જતી રહી હતી. ત્યારે યુવતીના પિતાએ બંનેના સંબંધ કરી આપવાનું કહી યુવતીને પરત ઘરે લઈ આવ્યા હતા. પરંતુ ત્યાર બાદ યુવતીના પિતા પલટી ગયા હતા. પિતાએ સંબંધ કરવાની ના પાડતા યુવાને યુવતીના ઘર બહાર જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
પાટીલનું કદ વધતા ભાજપના એક નેતાથી ન જોવાયું, માસ્ટરમાઈન્ડ નીકળ્યો પૂર્વમંત્રીનો PA
યુવાનને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું છે. રોશન તળાવિયા નામના યુવાને મરતા પહેલા બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વાયરલ વીડિયોમાં તેણે સમગ્ર બાબતનો ઉલ્લેખ કર્યો છે.
કોઈ બોલવા તૈયાર નથી, ઉપરથી દબાઈ ગયો ગુજરાતનો આ કેસ, કરોડોને નશીલા કરવાનો હતો ખેલ
મોત પહેલાના યુવકના શબ્દો
આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં યુવકે કહ્યું કે, 'વિજયભાઈ વલ્લભભાઈ ઝાંપડિયા અને સંજય દાદા હું તમારા બંનેના કારણે આપઘાત કરું છું. તમે બંને મને હેરાન કરતા હતા, મને ભાવનગર હીરા ઘસવા આવવા નહોતા દેતા. હું અને તમારી દિકરી બંને ભાગી ગયા ત્યારે તમે કહ્યું હતું કે હું 10 દિવસમાં લગ્ન કરાવી દઈશ, પરંતુ 2 મહિના થવા છતાં લગ્ન કરાવ્યા નથી, એટલે હું મરી જાવ છું. વિજયભાઈ વલ્લભભાઈ તમે ધ્યાન રાખજો તમને જેલના સળિયા ગણાવવાના છે, બસ આ મારો છેલ્લો વીડિયો છે.'
કેનેડામા સારી નોકરી જોઈતી હોય તો આ શહેર છોડો, કેનેડામા રહેનારા ગુજરાતીની મોટી સલાહ