કોઈ બોલવા તૈયાર નથી, ઉપરથી દબાઈ ગયો ગુજરાતનો આ કેસ, કરોડો લોકોને નશીલા કરવાનો હતો ખેલ
Gujarat Drugs Case : રેડમાં સામેલ NCBના 2 અધિકારીઓની બદલી, તપાસમાં ફીંડલું વાળવાનો પ્રયાસ : કોના દબાણથી દબાઈ ગયો કેસ
Trending Photos
Pharmaceutical companies in gujarat : ગુજરાતના એક ચકચારી ડ્રગ પ્રકરણનો ખુલાસો થઈ રહ્યો નથી. આ કેસમાં તપાસનીશ અધિકારીની જુલાઈમાં જ બદલી થઈ ગઈ છે. આ સિવાય બીજ અધિકારીની પણ ટ્રાન્સફર થઈ ગઈ છે. આ પ્રકરણમાં 4 લોકોની સંડોવણી છતાં આ પ્રકરણ બહાર આવી રહ્યું નથી. આ કેસમાં ફરિયાદ નોંધાવા છતાં આ પ્રકરણ કોના ઈશારે દબાવાયું હવે એ ચર્ચાનો વિષય છે. ઓપીમાઈડ ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો હોવા છતાં આ પ્રકરણના છેડા છેક ઉપર સુધી અડેલા હોવાથી કોઈ આ તપાસ મામલે બોલવા પણ તૈયાર નથી. હાલમાં પોલીસ અને એનસીબીએ ચૂપકીદી સાધી લીધી છે. અમદાવાદના કેરળ જીઆઈડીસીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટના પરિસરમાં લગભગ એક મહિના પહેલાં ઓપીયોઇડ ડ્રગનો બિનહિસાબી સ્ટોક શોધી કાઢ્યો હતો, કરોડો રૂપિયાના કૌભાંડને ફ્લેગ કરતા વાયરલ મેસેજે સત્તાધિશોમાં હલચલ જગાવી છે. આ કેસમાં શકિતશાળી લોકોની સંદિગ્ધ ભૂમિકા અને સંડોવણીનો સંકેત છે. આક્ષેપ એવો પણ છે કે, અમદાવાદની બહારની ઔદ્યોગિક વસાહતમાં વિવાદાસ્પદ ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેના કારણે બે વરિષ્ઠ અધિકારીઓની બદલી થઈ ચૂકી છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને એવી સૂચના મળી હતી કે કેરળ GIDCમાં એક ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટ ટ્રામાડોલના ઉત્પાદનના સ્ટોકમાં સંડોવાયેલું છે. આ એક ઓપિયોઇડ દવા છે. જેનો ઉપયોગ હેવી પેઇન કિલર તરીકે થાય છે, જેને ગેરકાયદેસર રીતે લવાઈ હતી. NCB અધિકારીઓએ આ મામલાને ટ્રેક કર્યો હતો કે ડ્રગ બનાવવા માટે વપરાતા કાચા માલ સાથેનું એક કન્ટેનર સાણંદ કસ્ટમ ડેપોમાં આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે તે કેરાળા GIDCમાં એક ખાસ ફાર્માસ્યુટિકલ કંપનીને મોકલવામાં આવ્યું હતું. NCBની એક ટીમે ફાર્માસ્યુટિકલ્સ ફર્મ પર દરોડો પાડ્યો હતો અને દવાની 65,000 જેટલી સ્ટ્રીપ્સ મળી આવી હતી. NCBના સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની તેને ગેરકાયદેસર રીતે કચ્છ, મુંબઈ અને હૈદરાબાદમાં કાર્યરત અમુક ડ્રગ કાર્ટેલને વેચતી હતી.
આ કેસમાં સંડોવાયેલા લોકોના નામ NCB દ્વારા જાહેર કરવામાં આવ્યા ન હતા અને તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જૂનમાં 14-દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. એનસીબી આ કેસની તપાસ કરી રહી હતી ત્યારે પણ, એક વરિષ્ઠ અધિકારી કે જેઓ તપાસનો ભાગ હતા, તેમની આ મહિનાની શરૂઆતમાં બદલી કરવામાં આવી હતી.
આ વિચિત્ર કિસ્સાએ અમદાવાદ જિલ્લા પોલીસની ભૂમિકાને પણ સ્કેનર હેઠળ મૂકી દીધી છે કારણ કે એવો આક્ષેપ છે કે તેઓએ મે મહિનામાં પેઢીની જગ્યાની તપાસ કરી હતી અને તેમાં કોઈ ગેરરીતિ જોવા મળી ન હતી. સૂત્રો જણાવી રહ્યાં છે કે, ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકે NCBના દરોડા પહેલાં તેમની પાસેથી પૈસા પડાવવાના પ્રયાસો કરતાં કેટલાક લોકોની ફરિયાદ કરતાં ઘણો સમય પહેલાં તેમનો સંપર્ક કર્યો હતો અને તેમણે આગળની કાર્યવાહી માટે તેમને અમદાવાદ એસપી પાસે મોકલ્યા હતા. અમદાવાદના ગ્રામ્ય પોલીસના એક પોલીસ અધિકારીએ તે જગ્યાની તપાસ કરી હતી. પોલીસે એ સમયે "કંપનીના માલિકને એફઆઈઆર દાખલ કરવાનું કહ્યું હતું પરંતુ તેમણે ઔપચારિક ફરિયાદ નોંધાવી ન હતી." અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ કંપનીની તપાસ કરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. જેના એક મહિના બાદ એનસીબીએ આ જ કંપનીમાં દરોડા પાડ્યા હતા. જેમાં ઓપિયોઈડ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. આ કેસમાં તમામ લોકોએ ચૂપકીદી સાધી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે