ગાયના છાણમાંથી બનેલી આ અનોખી રાખડી ભાઇને આપશે ‘વિશિષ્ઠ પ્રકારની ઉર્જા’
બહેન ભાઈના કાંડે રક્ષા રાખડી અર્થાત રક્ષા બાંધીને જે મેળવે છે તે રક્ષાનું વચન પાળવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડીને બહેન જ ભાઈની મદદ કરી શકશે. સાંભળતાં જ ભારે નવાઈ લાગે તેવી વાત છે કે, કુકમાના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા પ્રાકૃતિક જીવનના પ્રચારક મનોજભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ઊર્જા આપતા છાણમાંથી રાખડી બનાવાઈ છે.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: બહેન ભાઈના કાંડે રક્ષા રાખડી અર્થાત રક્ષા બાંધીને જે મેળવે છે તે રક્ષાનું વચન પાળવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડીને બહેન જ ભાઈની મદદ કરી શકશે. સાંભળતાં જ ભારે નવાઈ લાગે તેવી વાત છે કે, કુકમાના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા પ્રાકૃતિક જીવનના પ્રચારક મનોજભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ઊર્જા આપતા છાણમાંથી રાખડી બનાવાઈ છે.
કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટના કુદરતના ખોળે વિકસાવાયેલા પ્રાકૃતિક પરિસરમાં 7થી 8 લોકોએ સતત દોઢ મહિનાથી રાત-દિવસ વ્યાયામ કરીને ચાર હજારથી વધુ રાખડી બનાવી છે. હજુ પણ રાખડી નિર્માણની કામગીરી જારી છે. ગાયના ગોબર એટલે કે છાણ અને ગૌમૂત્રમાંથી બનેલી આ રાખડીને `સંજીવની રાખડી' નામ અપાયું છે.
અસામાજિક તત્વોએ યુવાનને જાહેરમાં ઢોર માર માર્યો, વીડિયો થયો વાયરલ
આ રાખડીની કિંમત 20 રૂપિયા રખાઈ છે. માનવ શરીરને ઊર્જા આપતા ગાયનાં છાણની રાખડી લઈને બહેન વીરાના કાંડે બાંધશે એટલે વીરલાના કાંડામાં બહેનની રક્ષા કરવાનું કૌવત આવશે, તેવો વિશ્વાસ ટ્રસ્ટ વ્યક્ત કરે છે, આ નવતર પ્રયોગ પાછળ ઊર્જાદાયી ગાયના છાણનો ઉપયોગ વધુ કરવાની જનજાગૃતિ લાવવાનો આશય છે. વીતેલા વર્ષે છાણમાંથી બનાવાયેલી બે હજાર રાખડી વેચાઈ હતી. આ વખતે પાંચ હજાર રાખડીનું લક્ષ્ય રાખ્યું છે. ગાયના છાણમાંથી રાખડીનો નવતર પ્રયોગ સફળતા પૂર્વક કરનાર રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજર તેજસ પટ્ટણીએ વાત કરી હતી.
ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં, હવે આ ગુજરાતી કલાકારો BJPમાં જોડાયા
આ `જૈવિક રાખડી' કેવી રીતે બને છે. 95 ટકા ગોબર એટલે કે, ગાયનું છાણ અને બંધારણ માટે પાંચ ટકા ગોવાર ગમનો ઉપયોગ કરાયો છે. સાથે હળદર ઉમેરાઈ છે વધારામાં આ ઓર્ગેનિક રાખડી બનાવવા માટે તુલસીના માંજર ભેળવવામાં આવે છે. ગાયના છાણમાં હકારાત્મક ઊર્જા હોય છે તેવું હવે વિજ્ઞાને પણ સ્વીકારી લીધું છે. આ તથ્ય વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ ચૂક્યું છે.
ઘરોમાં એક જમાનામાં જમીનમાં છાણ-માટીના લીંપણ થતા. આજે ટાઈલ્સે સ્થાન પચાવી પાડયું છે. લીંપણ માનવ સ્વાસ્થ્યની સુરક્ષા કરતું કવચ હતું. ઘરમાં ટીવી, મોબાઈલ, ચાર્જર, કોમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોના તરંગો માનવ આરોગ્યને `ધીમા ઝેર'ની જેમ ધીમી ગતિએ પણ નુકસાન કરતા હોય છે ત્યારે ગાયના છાણનું લીંપણ આવા હાનિકારક તરંગોને રોકીને તેની નુકસાનકારક અસરોથી બચાવે છે.
કચ્છમાં ભારે વરસાદ બાદ 80 ગામમાં અંધારપટ, ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો
રાખડી ઉપરાંત અહીં છાણના તોરણ, ઘડિયાળ, અરીસા, શોપીસ, ગણપતિની મૂર્તિ, પેન સ્ટેન્ડ વગરે હસ્તકલા કૃતિઓ પણ બનાવાય છે ખાસ ઉલ્લેખએ કરવો રહે કે, ગાયના છાણનો માવો બનાવવો પછી તેને આકાર આપવો, પછી સૂકવવો, મશીનથી ફિનિશિંગ કરીને અંતિમ ઓપ આપવાની કવાયત ભારે મહેનત અને દાદ માગી લેનારી છે. કુકમા અને આસપાસના ગામની નાનકડી કન્યાઓ, યુવતીઓ,મહિલાઓ આ છાણની રાખડી, રમકડા, હસ્ત કલાકૃતિઓમાં રંગ પૂરવાની કલાત્મક કામગીરી કરે છે. આ પ્રવૃત્તિના બદલામાં રામકૃષ્ણ ટ્રસ્ટ પ્રોત્સાહન સાથે આર્થિક નબળા પરિવારોની દીકરીઓના ભણવાના ખર્ચમાં મદદ કરે છે.