અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતાની તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સરકાર બનાવવાના સપના જોઈ રહ્યાં છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેજરીવાલે આપના કાર્યકરોને કહ્યુ કે આપણે વિપક્ષમાં બેસવા માટે નહીં સરકાર બનાવવા માટે મહેનત કરવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરોડા ખાતે આપના હોદ્દેદારોનો શપથ સમારોહ યોજાયો
આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો આજે અમદાવાદના નરોડા ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ હોદ્દેદારોને ઈમાનદારી અને દેશભક્તિના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની હાજરીમાં તમામ હોદ્દેદારોએ શપથ લીધા હતા. 


ઉદયપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા? મુસ્લિમો પાસેથી વસ્તુ નહીં લેવાનો પત્ર વાયરલ


દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છે. પહેલા લોકો પાસે વિકલ્પ નહોતો. અહીંની જનતા ભાજપની નારાજ છે. તેમણે કહ્યું કે, ભાજપના નારાજ લોકો આપને મત આપે તે  માટે મહેનત કરવાની છે. કેજરીવાલે કહ્યું કે, ભગવાન પણ આપણી સાથે છે. ભાજપ માત્ર મોટું સંગઠન હોવાનો દાવો કરે છે. તેની પાસે પેઇડ કાર્યકરો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube