દેવભૂમિ દ્વારકાઃ હજુ કાંતિ ગામિતને ત્યાં પ્રસંગમાં હજારો લોકો ભેગા થયાનો મામલો શાંત થયો નથી ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના મોવાણ ગામે એક ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે ઉદ્યોગપતિના પુત્રના લગ્ન સમારોહમાં જામનગરના સાંસદ પુનમબેન માડમ પણ હાજર રહ્યાં હતા. તો ગીતા રબારીના તાલ પર લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરી ગરબે રમ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામ ખંભાળિયાના મોવાણ ગામે રહેલા ઉદ્યોગપતિ ભીખુભાઈ ગોજીયાના નિવાસ્થાને લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા રિસેપ્શન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. અહીં કોરોનાના તમામ નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. ગીતા રબારીના તાલ સાથે રાસ લેવામાં ભાજપના સાંસદ પૂનમબેન માડમ પણ માસ્ક ગર રાસ રમતા જોવા મળી રહ્યાં છે. 



કોરોના સંક્રમણને કારણે લગ્ન સમારહોમાં માત્ર 100 લોકોને હાજર રહેવાની મંજૂરી છે. ત્યારે આ પ્રસંગમાં તો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેવામાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની સોશિયલ ડિસ્ટન્સ રાખવું તથા માસ્ક ફરજીયાત પહેરવાની વારંવાર જાહેરાત કરવામાં આવ્યા છતાં તેમની જ પાર્ટીના સાસંદ આ વાતનું પાલન કરી રહ્યાં નથી. તો અહીં લોકો ગીતા રબારીના તાલ પર પૈસા ઉડાળતા પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ પ્રસંગના વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube