મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદનાં (Ahmedabad) જુહાપુરા વિસ્તારમાં તાજેતરમાં જ થયેલી લાખોની ચોરીની (Theft) ધટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પૂર્વ આયોજિત કાવતરું રચીને ઘરફોડ ચોરીને અંજામ આપનારા ત્રણ ઈસમોને વેજલપુર પોલીસે (Ahmedabad Police) ઝડપી પાડ્યા છે. ત્યારે આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 7 લાખ રોકડા તેમજ રૂપિયા 1.13 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ (Ahmedabad Police) કસ્ટડીમાં ઉભેલા ત્રણેય આરોપીઓ સામે ઘરફોડ ચોરીનો (Theft) આરોપ છે. એ પણ પોતાના જ મિત્રના ઘરમાં ચોરી કરવાનો. પણ ક્યાં ચોરી થઈ હતી એ જાણી લો પહેલા. ગત 28 મી માર્ચે રાતના સમયે જુહાપુરામાં (Juhapura) અજાણ્યા ઇસમોએ યુવકનાં ઘરમાં રાખેલી પેટીમાંથી 7 લાખ રોકડ તેમજ 1 લાખ 13 હજારની કિંમતના દાગીના એમ કુલ મળીને 8 લાખ 13 હજારની ચોરી થઈ હતી. જે બાબતે વેજલપુર પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી.


આ પણ વાંચો:- અમદાવાદના યુવાને બનાવ્યું અનોખું ડિવાઇસ, દૂધમાં થતી ભેળસેળ અને ચોરીમાંથી મળશે મુક્તિ


આરોપીઓની પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું કે, ચોરીનો માસ્ટર પ્લાન તેના જ મિત્ર ઇમરાને બનાવ્યો હતો અને તેના માટે ખોટી બધાનું તરકટ રચી મકાન માલિકને બહાર લઇ જવામાં આવ્યો હતો. બાદમાં તે ધોળકા હઝરતશા બાવાની દરગાહ ખાતે ઇમરાન કુરેશીના દીકરાની બાધા પુરી કરવા ગયા, પરંતુ રિયાઝ કુરેશીની તબિયત સારી ન હોવાથી રીયાઝ આવ્યો ન હતો. જેથી આ ગુનામાં રિયાઝ કુરેશી પહેલેથી જ પોલીસનાં શંકાના દાયરામાં હતો.


પોલીસે ઇમરાનની અને રિયાઝની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ઈમરાન અને રિયાઝના નિવેદનો અલગ-અલગ જણાઇ આવ્યા હતા. તેઓના પરિવારની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યુ હતુ કે સલીમ કુરેશીને ચોરીના એક દિવસ પહેલાથી જ ઇમરાન કુરેશીના ઘરે રોકાયો હતો, જેથી પોલીસે બાતમીના આધારે સલીમ કુરેશીને ફતેવાડીથી ઝડપી પાડી યુક્તિ-પ્રયુક્તિ અને કડકાઈથી પૂછપરછ કરતાં ત્રણે જણાએ ચોરીના ગુનાની કબુલાત કરી હતી.


આ પણ વાંચો:- જાતિ સર્ટિફિકેટ મામલે રાજકારણ ગરમાયું, ભાજપ ઉમેદવાર પર ઉઠ્યા સવાલ


પોલીસે તપાસ કરતા ચોરી કરવા પાછળનો હેતુ સામે આવ્યો કે આરોપીના માથે દેવું થઈ જતાં અને હાલમાં જ તેને બાળક આવ્યું હોય અને વતનમાં જવાનું હોવાથી પૈસાની તંગીને કારણે પોતાના બંને મિત્રો રિયાઝ અને સલીમ સાથે મળીને આ કામના ફરિયાદીના ઘરે ચોરી કરવાનું આયોજન કર્યું હતું. ઈમરાન કુરેશીએ ફરિયાદીને કોઈપણ બહાને બહારગામ લઈ જવાનું નક્કી કરી અને મિસકોલ મારીને અન્ય શખ્સોને પોતે ઘરની બહાર નીકળી ગયા તે અંગેની સાઇન આપશે, જે પછી અન્ય આરોપીઓ ફરિયાદીના ઘરમાં જઈને ચોરીને અંજામ આપવાનું નક્કી કરાયું હતું.


ચોરીમાં જે પણ વસ્તુઓ મળે અથવા તો રોકડ મળે તેને સરખા ભાગે વેચવાનું નક્કી કરાયું હતું. ઘરફોડ ચોરીમાં ગયેલા મુદ્દામાલ પહેલાં રિયાઝના ઘરે અને તે બાદ ઇમરાનના ઘરે રાખ્યો હતો, જેથી ઇમરાનને સાથે રાખીને વેજલપુર પોલીસે 7 લાખ રોકડ અને સોના-ચાંદીના 1.13 લાખની કિંમતના દાગીના એમ કુલ મળીને 8.30 લાખ ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે.


આ પણ વાંચો:- અપહરણ બાદ બિલ્ડર હેમખેમ છુટકારો, પોલીસે 1000 CCTV ચેક કર્યા, 7 આરોપી ઝડપાયા


આ મામલે વેજલપુર પોલીસે જુહાપુરાના ઇમરાન કુરેશી, રિયાઝ કુરેશી અને મહંમદ સલીમ કુરેશીની ધરપકડ કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. તેમજ ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલો આરોપી મોહંમદ સલીમ વર્ષ 2015માં રાજસ્થાન અજમેર ખાતે હત્યાના ગુનામાં પકડાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે હાલ તમામ આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube