જાવેદ સૈયદ, અમદાવાદ: હાટકેશ્વર નજીક આવેલા સ્મશાન ગૃહ બહાર ફૂટપાથના ભારે પથ્થર મારીને એક યુવકની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યામાં 3 યુવાનોને ઝોન 5 સ્કોવોર્ડે પકડી પાડ્યા છે. ત્યારે ગઈકાલે મિત્રો સાથે ફરવા ગયેલા અમરાઈવાડીના યુવાનની કરાઈ કેનાલમાં નગ્ન લાશ મળી હતી. હત્યાના સમાચાર વહેતા થતા ચકચાર મચી જવા પામી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: નરોડામાં પૈસા ડબલ કરવાનું કૌભાંડ ઝડપાયું, 4 આરોપીઓની ધપરકડ


ગઈકાલે મોડી રાત્ર તરૂણ જોશીભાઈ નાડીયા નામ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. હત્યામાં તીક્ષ્ણ હથિયારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાશ ખોખરા સમસાન ગૃહ પાસે આવેલી ફૂટપાથ પર પડી હતી. જેની જજાણ પોલીસને થતા સવારે અમરાઈવાડી પોલીસની આઠથી વધારે ગાડીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.


વધુમાં વાંચો: ગુજરાતના કુખ્યાત ગુનેગારને ચાર મહિલા PSIએ ઝડપી પાડ્યો


હત્યા મામલે ઝોન 5ના ડીસીપી સ્કોવાર્ડે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. ઝોન 5 ડીસીપી સ્કોડ દ્વારા વેહલી સવારે જ હત્યાના આરોપીઓને ઝડપી પડ્યા બાદ તમામ આરોપીઓની પુછપરછ કરતા ત્રણેય આરોપીઓએ કબુલાત કરી હતી કે મારનાર યુવક અને તેઓ મિત્ર હતા. પરંતુ ગઈકાલે મોડી રાત્રે ચારેય વચ્ચે સામન્ય બોલાચાલી થઈ હતી.


વધુમાં વાંચો: પાણી મુદ્દે લલીત વસોયાના આમરણાંત ઉપવાસ શરૂ, તબીબે આપી આ સલાહ


જેમાં મરનાર યુવકે તરુણ જોશીએ ત્રણેય લોકોને બીભસ્ત ગાળો બોલી હતી. ત્યારબાદ સાહિલ નાડીયા, કીરણ નાડીયા, અને યોગેશ નાડીયાએ ભેગા મળી પેહલા તો તરુણને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા બાદ રોડ પર પડેલા ભારે પથ્થરથી તેના મોઢા પર ઘા કર્યો હતો. જેમાં તરુણનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...