પાણી મુદ્દે લલીત વસોયાના આમરણાંત ઉપવાસ શરૂ, તબીબે આપી આ સલાહ

રાજકોટ ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વાસોયા નાયબ કલેકટર કચેરીએ આજે આમરણાંત ઉપાવસ શરૂ કરી દીધા છે. ત્યારે ધોરાજી ડાયાબીટીસ અને સુગર લેવલ હાઇ હોવાના કારણે તેમની તબિયત લથડી શકે છે માટે તબીબે આમરણાંત ઉપવાસ ન કરવા સલાહ આપી છે.

પાણી મુદ્દે લલીત વસોયાના આમરણાંત ઉપવાસ શરૂ, તબીબે આપી આ સલાહ

સત્મ હંસોરા, રાજકોટ: રાજકોટ ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વાસોયા નાયબ કલેકટર કચેરીએ આજે આમરણાંત ઉપાવસ શરૂ કરી દીધા છે. ધોરાજી, માણાવદર, કુતિયાણા તાલુકાના 60 ગામ લોકોને ભાદર-2 ડેમના પાણીના બદલે નર્મદાનું પાણી આપવાની માગ સાથે લલીત વસોયાના આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા લલીત વસોયાનું આમરણાંત ઉપાવસ પર બેસતા પહેલા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબીટીસ અને સુગર લેવલ હાઇ હોવાના કારણે તેમની તબિયત લથડી શકે છે માટે તબીબે આમરણાંત ઉપવાસ ન કરવા સલાહ આપી છે.

પાણી સમસ્યાને લઇને રાજકોટમાં ગઇકાલે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં મીટીંગ યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને પાણી પ્રશ્નને લઈને મીટીંગમાં બોલાવ્યા હતા પરંતુ તેઓ હાજર રહ્યાં ન હતા. પરંતુ ધોરાજી સહિતના વિસ્તારમાં પાણી સમસ્યા મામલે લલીત વસોયાએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી.

તેઓએ રજૂઆતપત્રમાં જણાવ્યું છે કે, ધોરાજી, માણાવદર અને કુતિયાણા તાલુકાના 60 જેટલા ગામોમાં પીવાના પાણી માટે ભાદર-2 ડેમનું પાણી આપવામાં આવી રહ્યું છે. જે જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગના યુનિટોનું કલર અને કમિકલયુક્ત પાણી છે જે પાણી પીવાલાય નથી. તેમ છતાં તંત્ર દ્વારા લોકોને પાણી આપવામાં આવી રહ્યું છે.

નર્મદાનું પાણી કરોડોના ખર્ચે બલ્ક યોજના અંતર્ગત જેતપુર, ધોરાજી, ઉપલેટાને પીવા માટે આપવાનું નક્કી થયું હતું. આ યોજના ઘાણા સમયથી પૂર્ણ થઇ ગઇ હોવા છતાં તમે લોકોને ભાદર-2 ડેમનું પ્રદૂષિત પાણી આપી રહ્યાં છે. જો આગામી 24 કલાકમાં આ બલ્ક યોજના દ્વારા નર્મદાનું પાણી આપવામાં નહીં આવે તો રવિવારથી નાયબ કલેકટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી આપી હતી. 

જુઓ Live TV:-

સરકાર દ્વારા લલિત વસોયાના પાણી પ્રશ્ને કોઇ જવાબ ન મળતા નાયબ કલેકટર કચેરીએ આજે આમરણાંત ઉપાવસ શરૂ કરી દીધા છે. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા લલીત વસોયાનું આમરણાંત ઉપાવસ પર બેસતા પહેલા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબીટીસ અને સુગર લેવલ હાઇ હોવાના કારણે તેમની તબિયત લથડી શકે છે માટે તબીબે આમરણાત ઉપવાસ ન કરવા સલાહ આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news