મહેસાણાઃ ભારત સહિત ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. દેશમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી ખાતે દર વર્ષે ત્રિ-દિવસીય ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. પરંતુ  આ વર્ષે  કોવિડ-19ની વૈશ્વિક મહામારીને પગલે મેળો યોજાનાર નથી. આ માહિતી જિલ્લા કલેકટર અને બેચરાજી માતાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ એચ.કે.પટેલ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે પ્રવર્તમાન પરિસ્થિત કોવિડ-19 વાયરસ સંક્રમણ અટકાયત પગલાંને અનુંલક્ષીને બેચરાજી ખાતે ચૈત્રી પૂનમનો મેળો યોજાશે નહિ. આ ઉપરાંત ચૈત્રી પૂનમના દિવસે  પરંપરાગત રીતે નીકળતી માતાજીની સવારી પણ નીકળશે નહિ,.બેચરાજી મંદિર ખાતે માતાજીની પૂજા-અર્ચના શ્રધ્ધાપુર્વક વિધિ વિધાન મુજબ પૂજારી દ્વારા મંદિરમાં કરવામાં આવશે . જોકે આ પુજામાં કોઇપણ જાહેર જનતા કે શ્રધ્ધાળુઓ ભાગ લઇ શકશે નહિ,


જિલ્લા કલેકટરશ્રી અને બેચરાજી માતાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ એચ.કે.પટેલે સર્વે શ્રધ્ધાળુઓને મંદિર ટ્રસ્ટ તરફથી પોતાના ઘરે રહી માતાજીની આરાધના તેમજ પુજા કરી વિશ્વના સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પ્રાર્થના કરવા વિનંતી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર