ભરૂચ : હાલ સમગ્ર વિશ્વનાં કોરોનાના આફ્રિકન વેરિયન્ટ એમિક્રોનના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યા છે. આ વેરિયન્ટ 15 દેશોમાં પહોંચી ચુક્યો છે. હજી પણ ફેલાવાની શક્યતા છે. આ વાયરસ સામાન્ય કોરોના કરતા 5 ગણી વધારે ઝડપે પ્રસરે છે. આ ઉપરાંત તે સામાન્ય કોરોનાની તુલનાએ વધારે ઘાતક હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રસી તેના પર કેટલી અસર કરે છે અને મહત્તમ કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે અંગે પણ હાલ વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાણી-અદાણીનું પણ સ્વપ્ન હોય તેવા ઘર બનાવીને ધારાસભ્યોને રહેવા માટે અપાશે


જો કે આ તમામ હાલાકી વચ્ચે ગુજરાત માટે ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. સાઉથ આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં ભરૂચના 3 નાગરિકોના મોત નિપજ્યાં છે. સાઉથ આફ્રિકાનાં પિટર્સબર્ગ પાસે ગાડીનું ટાયર ફાટવાને કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં મુળ ભરૂચનાં વતની 3 લોકોનાં મોત નિપજ્યાં છે. અકસ્માતમાં મૂળ ભરૂચના 3 લોકોના મોત થવાથી ભરૂચમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. ભરૂચથી આફ્રિકા ગયેલા પ્રવાસીઓની ગાડીને અકસ્માત નડ્યો હતો. 


AHMEDABAD: સ્વરૂપવાન પુરૂષોને પોતાના ઘરે દારૂ પીવા બોલાવતી અને પછી એવું કામ કરતી કે...


ગાડીમાં બેઠેલા કુલ પેસેન્જર પૈકી 3 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્હોનિસબર્ગ ઍરપોર્ટથી વેંડા જતી કારને અકસ્માત નડ્યો હતો. ઘટનાને પગલે ભરૂચમાં વસતા તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. હાલ તો તેમના મૃતદેહને ભરૂચ લાવવા માટેના પ્રયાસો પરિવાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. આમાં સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવે તેવી અપીલ પરિવારના લોકો દ્વારા કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube