AHMEDABAD: સ્વરૂપવાન પુરૂષોને પોતાના ઘરે દારૂ પીવા બોલાવતી અને પછી એવું કામ કરતી કે...

ફિલ્મી સ્ટોરીની જેમ એકથી બેગમ જેવી જ ઘટના અમદાવાદમાં સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે એકથી બેગમની રિવોલ્વર, કર્તીઝ સોનાં ચાંદીના દાગીના સાથે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગીરફમાં ઉભેલ મહિલાનું નામ ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્કોડને બાતમી મળી હતી કે, કુબેરનગરની મહિલા પાસે કાર્ટિઝ, સોનાં ચાંદીનાં દાગીના મોબાઈલ છે. આ તમામ મુદ્દામાલ ચોરીનો છે. જે આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર ખાતેના સિલ્વર જ્યોત સોસાયટીના મકાન ન ૩૧૪/૨ માં સર્ચ કરતા એક ઇમ્પોર્ટેડ રિવોલ્વર, ૯ કારટિઝ, સોનાનો હાર અલગ અલગ કંપનીના ૭ ફોન એમ મળી કુલ ૧૧ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
AHMEDABAD: સ્વરૂપવાન પુરૂષોને પોતાના ઘરે દારૂ પીવા બોલાવતી અને પછી એવું કામ કરતી કે...

ઉદય રંજન/અમદાવાદ : ફિલ્મી સ્ટોરીની જેમ એકથી બેગમ જેવી જ ઘટના અમદાવાદમાં સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે એકથી બેગમની રિવોલ્વર, કર્તીઝ સોનાં ચાંદીના દાગીના સાથે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગીરફમાં ઉભેલ મહિલાનું નામ ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્કોડને બાતમી મળી હતી કે, કુબેરનગરની મહિલા પાસે કાર્ટિઝ, સોનાં ચાંદીનાં દાગીના મોબાઈલ છે. આ તમામ મુદ્દામાલ ચોરીનો છે. જે આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર ખાતેના સિલ્વર જ્યોત સોસાયટીના મકાન ન ૩૧૪/૨ માં સર્ચ કરતા એક ઇમ્પોર્ટેડ રિવોલ્વર, ૯ કારટિઝ, સોનાનો હાર અલગ અલગ કંપનીના ૭ ફોન એમ મળી કુલ ૧૧ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહિલા આરોપી ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારાની તમામ મુદ્દામાલ વિશે સઘન પૂછપરછ કરતા ચોકાવનારી વિગતો સામે આવી છે. ઈમ્પોર્ટેડ રિવોલ્વર, 9 કાર્ટીઝ મૃતક દિયર રાજેશ પરમાર અને સાસુ શોભા પરમારે આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરતા મૃતક શાશું અને દિયર ઘરફોડ ચોરી કરતા હતા. આ ઘરફોડ ચોરીનો તમામ મુદ્દામાલ મહિલા આરોપીને સાચવવા માટે આપ્યો હોવાનું પોલીસ સામે કબુલાત કરી છે. તેમાં સાસુ શોભા પરમાર ૨૦૦૩ માં અને દિયર ૨૦૧૦ માં મૃત્યુ પામ્યા છે. છેલ્લા ૧૦ વર્ષથી રિવોલ્વર અને ચોરીનો મુદ્દામાલ પોતાની પાસે છૂપાવી રાખ્યો હોવાની કબૂલાત કરી છે.


(ઝડપાયેલી મહિલા આરોપી)

ત્યારે મહિલા આરોપીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને જણાવેલી થીયેરી શંકાસ્પદ લાગતા રિવોલ્વર, સોનાના હાર અને ૭ મોબાઈલ અંગે તાપસ હાથ ધરી હતી. જેમાં કુબેર નગરમાં દારૂ પીવા આવતા લોકોને પૈસાની જરૂર હોવાથી સસ્તા ભાવે ચોરીના મોબાઇલ લઈ ઉંચા ભાવે વેચવાના ઇરાદેથી મોબાઈલ પોતાની પાસે રાખ્યા હતા. રિવોલ્વર કોની છે એ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રિવોલ્વર નંબર પરથી મૂળ માલિક સુધી પહોંચવા માટેની તૈયારીઓ હાથ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news