શિક્ષણને અનુલક્ષીને ગુજરાત સરકારનો શાળ-કોલેજો માટે ત્રણ મહત્વના નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા શાળાઓની સેફ્ટી અને 12 સાયન્સના વિદ્યાર્થી માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફેરફાર નહિ કરવાનો નિર્ણય કર્યો છે. હવે જૂની પરીક્ષા મુજબ જ પરિક્ષા લેવાશે. જેમાં 50 ટકાના એમસીક્યું અને 50 ટકા થીયરીથી પરીક્ષા લેવાશે.
હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા શાળાઓની સેફ્ટી અને 12 સાયન્સના વિદ્યાર્થી માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફેરફાર નહિ કરવાનો નિર્ણય કર્યો છે. હવે જૂની પરીક્ષા મુજબ જ પરિક્ષા લેવાશે. જેમાં 50 ટકાના એમસીક્યું અને 50 ટકા થીયરીથી પરીક્ષા લેવાશે.
રાજ્ય સરકાર દ્વારા શાળાઓની સુરક્ષા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન વિસ્તારમાં નિયમો નું ચુસ્ત પાલન કરવા રાજ્ય સરકાર તાકીદ કરવામાં આવી છે. ફાયર સેફ્ટી અને માળખાકીય સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવા અંગે રાજ્ય સરકારે કડક સૂચન આપી દીધું છે. જરૂર પડશે તો આવી શાળાઓ અમાન્ય કરવામાં આવશે. જે શાળાઓને પોતાની માલિકીનું મકાન અને રમતનું મેદાન હોય તેવી જ શાળાઓને મંજૂરી અપાશે.
અમદાવાદ: વર્ષોથી જ્વેલરી શોપમાં નોકરી કરતા કર્મચારીએ જ કરી 11 લાખની ચોરી
હયાત શાળાઓ જેને મંજુરી અપાઇ છે. તેમાં જો આ જોગવાઇ અમલમાં મૂકવાનું વિચારીએ તો વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને કેટલું અસર કરે છે તે અંગે પણ ખ્યાલ રાખવામાં આવશે. જો કે આવી શાળાઓમાં ફાયર સેફ્ટી બાબતે ખાસ ધ્યાન રાખાશે.
તહેવારો પૂર્વે જોવા મળ્યો ‘તેલનો ખેલ’, સીંગતેલના ભાવમાં થયો 100 રૂપિયાનો વધારો
રાજ્યમાં ચાલતી ખાનગી અને સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં જ 1100થી વધુ જગ્યાઓ ખાલી હોવાનું મુખ્યમંત્રીના ધ્યાનમાં આવ્યું હતું. આ જ પ્રકારે ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ મોટાપાયે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.
સરકારી કોલેજોમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અને વહીવટી મુશ્કેલીઓ પડી રહી હોવાનો ધ્યાનમાં આવ્યું છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી એટલે કે ત્રણ જ મહિનામાં આમ તમામ જગ્યાઓ ભરવાના આદેશો કર્યો છે.