તહેવારો પૂર્વે જોવા મળ્યો ‘તેલનો ખેલ’, સીંગતેલના ભાવમાં થયો 100 રૂપિયાનો વધારો
મોઘવારીમાં થતા સતત વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ સતત ખોરવાઇ રહ્યું છે. તેવામાં સિંગતેલના ભાવ આજે આસમાને પહોચી ગયા છે. સામાન્ય રીતે તહેવાર સમયે સિંગતેલના ભાવમાં વધારો થતો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે સાતમ આઠમ તહેવાર પૂર્વે સિંગતેલના ભાવમાં ડબ્બે 100 રૂપિયા જેટલો ભાવ વધારો 20 દિવસમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૦ દિવસમાં નવી મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોએ 120 રૂપિયાનો વધારો થવા પામ્યો છે. જયારે જૂની મગફળીના સિંગતેલના ભાવમાં ડબ્બે 20 દિવસમાં 90 રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ: મોઘવારીમાં થતા સતત વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ સતત ખોરવાઇ રહ્યું છે. તેવામાં સિંગતેલના ભાવ આજે આસમાને પહોચી ગયા છે. સામાન્ય રીતે તહેવાર સમયે સિંગતેલના ભાવમાં વધારો થતો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે સાતમ આઠમ તહેવાર પૂર્વે સિંગતેલના ભાવમાં ડબ્બે 100 રૂપિયા જેટલો ભાવ વધારો 20 દિવસમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૦ દિવસમાં નવી મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોએ 120 રૂપિયાનો વધારો થવા પામ્યો છે. જયારે જૂની મગફળીના સિંગતેલના ભાવમાં ડબ્બે 20 દિવસમાં 90 રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.
તહેવાર સમયેતો સિંગતેલની બજારમાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે તહેવાર પૂર્વે પણ સિંગતેલની બજારમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા ૨૦ દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 12૦નો વધારો જોવા મળી રહ્યો છે. સાતમ આઠમના તહેવાર પૂર્વે તેલના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સીંગ તેલની વાત કરવામાં આવે તો છેલ્લા 20 દિવસમાં નવી મગફળીના સીંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા ૧૨૦ નો જંગી વધારો કરવામાં આવ્યો છે જયારે જૂની મગફળીના સીંગતેલ ના ભાવ માં 15 કિલો ના ડબ્બે રૂપિયા ૯૦ નો વધારો કરવામાં આવ્યો છે જે હજુ પણ આગામી ૧૦ થી ૧૫ દિવસમાં ૪૦ થી 50 રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળે તેવી શક્યતા છે.
અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં માનસિક અસ્થિર મગજની મહિલા પર થયો બળાત્કાર
સિંગતેલના ભાવ પર આ પ્રમાણે છે
નવી મગફળીના સિંગતેલ ના ભાવ
- ૦૪ જુન ૨૦૧૯ ના રોજ ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૧૮૩૦ રૂપિયા હતો
- ૧૦ જુન ૨૦૧૯ ના રોજ ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૦ રૂપિયા વધીને ૧૮૫૦ રૂપિયા પહોચ્યો
- ૧૫ જુન ૨૦૧૯ ના રોજ ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૫ રૂપિયા વધીને ૧૮૭૫ રૂપિયા પહોચ્યો
- ૨૦ જુન ૨૦૧૯ ના રોજ ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૫ રૂપિયા વધીને ૧૯૦૦ રૂપિયા પહોચ્યો
- ૨૨ જુન ૨૦૧૯ ના રોજ ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૦ રૂપિયા વધીને ૧૯૨૦ રૂપિયા પહોચ્યો
- ૨૫ જુન ૨૦૧૯ ના રોજ ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૫ રૂપિયા વધીને ૧૯૫૦ રૂપિયા પહોચ્યો
જૂની મગફળીના સિંગતેલ ના ભાવ
- ૦૪ જુન ૨૦૧૯ ના રોજ ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૧૭૧૦ રૂપિયા હતો
- ૧૦ જુન ૨૦૧૯ ના રોજ ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૦ રૂપિયા વધીને ૧૭૩૦ રૂપિયા પહોચ્યો
- ૨૦ જુન ૨૦૧૯ ના રોજ ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૦ રૂપિયા વધીને ૧૭૫૦ રૂપિયા પહોચ્યો
- ૨૫ જુન ૨૦૧૯ ના રોજ ૧૫ કિલો ડબ્બાનો ભાવ 50 રૂપિયા વધીને ૧૮૦૦ રૂપિયા પહોચ્યો
હવે જો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરી તો લાઇસન્સ થશે રદ્દ, RTOએ કરી લાલ આંખ
ગત વર્ષે સૌરાષ્ટ્રમાં ૧૫ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવા પામ્યું છે. અને સરકાર પાસે ગત વર્ષની જૂની 4 લાખ ટન મગફળી જથ્થો પડેલ છે. કુલ મળી આ વર્ષે 19 લાખ ટન મગફળી છે. એટલે કે, ગત વર્ષની સરખામણીએ 50% ઓછી મગફળી હોવાથી આ વર્ષે સિંગતેલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મગફળીની અછત, સિંગતેલનો વધુ વપરાશ સાથે વાવણી માટે મગફળીની જરૂરિયાત વધતા હાલમાં નાફેડ દ્વારા જે મગફળી આપવામાં આવી રહી છે. તેનો ભાવ ઉચો હોવાથી સિંગતેલમાં ભાવ વધી રહ્યા હોવાનું વેપારીઓ અને ઓઈલ મિલરોનું માનવું છે.
જુઓ LIVE TV
રોજીંદી ચીજવસ્તુ એટલે કે, શાકભાજી , દૂધ , તેલ સહિત તમામ વસ્તુ પર વધતા જતા ભાવને લઇ માધ્યમ વર્ગીય પરિવાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. સિંગતેલના વધતા જતા ભાવને લઇ વેપારીઓનું માનવું છે કે, નાફેડની વેચાણગતિ ધીમી હોવાથી બજારમાં માગ અને પુરવઠા ઉપર તેની અસર જોવા મળી રહી છે. તેવામાં નાફેડ દ્વારા નવી મગફળીનું વેચાણ શરૂ કરવામાં નહિ આવે તો સિંગતેલનો ભાવ તહેવાર પૂર્વે 2000 રૂપિયાને પાર કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે