ભુજમાં બે કલાકમાં ત્રણ ઈંચ, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
રાજ્યના 19 તાલુકામાં આજે એક ઈંચથી વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ થયો છે. તો બપોરે 2 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં કચ્છના ભુજમાં આશરે ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સીઝનમાં અત્યાર સુધી 58 ટકા વરસાદ થયો છે. આજે સવારથી વાત કરવામાં આવે તો રાજ્યના 107 તાલુકામાં વરસાદ થયો છે. કચ્છના ભુજમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. તો આજના દિવસમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં થયો છે. અહીં પોણા ચાર ઈંચ વરસાદ થયો છે.
આજે રાજ્યના 19 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
રાજ્યના 19 તાલુકામાં આજે એક ઈંચથી વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ થયો છે. તો બપોરે 2 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં કચ્છના ભુજમાં આશરે ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો છે. સુરતના ઉમેરપાડામાં અઢી ઈંચ તો માંગરોળમાં બે ઈંચ વરસાદ થયો છે. આ સિવાય જામ ખંભાળિયામાં બે ઈંચ, વંથલીમાં બે ઈંચ જેટલો વરસાદ થયો છે.
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ફરી એક વખત વરસાદની સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે.
દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીની સાદાઈથી ઉજવણી, તમે ઘરે બેઠા કરી શકશો ભગવાનના દર્શન
સારા વરસાદને કારણે વાવણીમાં વધારો
ગુજરાતમાં કુલ વરસાદનો 58 ટકા વરસાદ આજદિન સુધી થયો છે. જેના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી કરી છે. રાજ્યમાં પાછળથી થઈ રહેલા સારા વરસાદના કારણે અને સિંચાઇ માટે ઉપલબ્ધ પાણીને કારણે ખેડૂતોએ વાવણીમાં જોતરાયા છે. રાજ્યમાં આજદિન સુધી કુલ 91 ટકા વાવણી થઈ ચૂકી છે. મગફળી તલ સહિત તેલીબિયાં પાકમાં 100 ટકા કરતા વધુ વાવણી થઈ ચૂકી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube