દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીની સાદાઈથી ઉજવણી, તમે ઘરે બેઠા કરી શકશો ભગવાનના દર્શન

દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિરમાં દર્શન માટે લાખો ભક્તો આવતા હોય છે. પરંતુ કોરોના સંકટને કારણે આ વર્ષે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રહેશે.  
 

  દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીની સાદાઈથી ઉજવણી, તમે ઘરે બેઠા કરી શકશો ભગવાનના દર્શન

દેવભૂમિ દ્વારકાઃ સમગ્ર વિશ્વ હાલ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. દેશમાં એક તરફ તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. તો બીજીતરફ કોરોનાને કારણે સામાજીક અંતર જાળવવું ખુબ જરૂરી છે. કોરોનાથી બચવા માટે સરકારે અનેક પ્રતિબંધો પણ લગાવ્યા છે. આ બધા વચ્ચે આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર છે. ત્યારે દ્વારકાધીશ મંદિરમાં આ વર્ષે સાદાઈથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે જન્માષ્ટીના દિવસે દ્વારકામાં લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. 

દ્વારકાધીશનું મંદિર છે બંધ
જન્માષ્ટમીના તહેવારમાં લાખો કૃષ્ણભક્તો દ્વારકામાં આવતા હોય છે. દર વર્ષે જન્માષ્ટીનો તહેવાર દ્વારકામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જેથી આવતીકાલે જન્માષ્ટીનો તહેવાર માત્ર પૂજારાની હાજરીમાં ઉજવવામાં આવશે. આ વખતે માત્ર પૂજારા પરિવાર જ જન્માષ્ટમીની ઉજવણી કરવાનો છે. 

જન્માષ્ટમીના દિવસે આ છે દ્વારકાધીશ મંદિરનો કાર્યક્રમ
સવારે 6 કલાકે મંગળા આરતી
સવારે 8 કલાકે પડદા ખુલશે
સવારે 11 કલાકે શૃગાંર દર્શન થશે
બપોરે 1થી 5 કલાક સુધી અનોશર બંધ રહેશે
સાંજે 5 કલાકે ઉત્થાન દર્શન થશે
સાંજે 7.30 કલાકે સંધ્યા આરતી
રાત્રે 8.30 કલાકે શયન આરતી
રાત્રે 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી 

ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે
દ્વારકાધીશ મંદિર દ્વારા કોરોના સંકટને કારણે ભક્તો દર્શન કરી શકે તે માટે બધી ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની વેબસાઇટ પર ભગવાનના દર્શનથી લઈને જન્માષ્ટીના ઉત્સહનું લાઇવ પ્રસારણ કરશે. તમે પણ દ્વારકાધીશ મંદિરના દર્શન અને જન્માષ્ટીનો ઉત્સહ આ લિંક http://www.dwarkadhish.org/ પર લાઇવ જોઈ શકશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news