વડોદરા : જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ નજીક મહીસાગર નદીમાં ડૂબી જવાનાં કારણે એક જ પરિવારનાં 3 સભ્યોનાં મોત તઇ ચુક્યા છે. માતા-પુત્ર અને ભત્રીજાના મોતને પગલે પરિવાર શોકમાં ગરક થયો છે. નાનકડા કરખડી ગામમાં સન્નાટો ફેલાયો છે. વડુપોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ આદરી છે. પાદરા તાલુકાના કરખડી ગામના જ્યોતિ વ્યાસ, તેમનો પુત્ર અભય વ્યાસ અને ભત્રીજો મિતેશ વ્યાસ આજે મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા. જો કે અચાનક જ તેઓ ડુબવા લાગ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શાળામાં તમારા બાળકને એડમિશન મળ્યું એટલે સમજો એ હસ્તી બનીને જ બહાર આવશે


ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા. ત્યારે અચાનક જ તેઓ ડુબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓઓ પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા જ્યોતિબેન અને અભયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે મિતેશ વ્યાસ હજી પણ ગુમ છે. ફાયરબ્રિગેડ દ્વારા તેમના મૃતદેહને શોધવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે તેમનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. નાનકડા ગામમાં હૃદયદ્રાવક ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube