જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસના ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જૂનાગઢમાં એક મહિલા અને ચોરવાડમાં બે પુરૂષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શહેરના બિલખા રોડ પર આંબેડકરનગર વિસ્તારમાં 48 વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે ચોરવાડ ખાતે 58 અને 26 વર્ષીય એમ બે પુરૂષના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ગઈકાલે ચોરવાડમાં એક પરિવારના ત્રણ લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. એજ પરિવારના અન્ય બે લોકોના રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યા છે. 


આ પરિવારની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની હોય જેની પોઝીટીવ કેસની ગણતરી અમદાવાદમાં થશે, જ્યારે તેની સારવાર જૂનાગઢમાં ચાલી રહી છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 33, એકનું મૃત્યુ, કુલ ડિસ્ચાર્જ 29 હાલ એકટીવ કેસ 3 છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર