અમદાવાદ: શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 441 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 49નાં મોત અને 186 દર્દી રિકવર થઇ ચુક્યા છે. આ પ્રકારે ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 6245 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 368 લોકોનાં મોત અને 1381 લોકો રિકવર થઇ ચુક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી છે. છેલ્લા 72 કલાકમાં 106 દર્દીઓનાં મોત નિપજ્યાં છે 3 મેના રોજ 28નાં મોત, 4 મે 29 અને 5 મેના દિવસે 49 દર્દીઓનાં મોત થયા તે ખુબ જ ચોંકાવનારુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેવાનિવૃત થયા તમામ પોલીસ કર્મચારીઓને કરાર આધારિત એક્સટેંશન, સસ્પેંન્ડેડ કર્મચારી પણ હાજર

અગાઉ 19 એપ્રીલે 367 અને 29 એપ્રીલે 308 અને 30 એપ્રીલે 313, 1 મેના રોજ 326, 2 મેના રોજ 333 અને 3 મેનાં રોજ 374, 4 મે 376 કેસ નોંધાયા હતા. આ પ્રકારે 7 દિવસ સુધી 300થી વધારે કેસ નોંધાયા હતા. જો કે આજે દર્દીઓનો આંકડો 441એ પહોંચ્યો હતો. જે ખુબ જ ચોંકાવનારો હતો. આ કુલ દર્દીઓ પૈકી 349 કેસ તો માત્ર અમદાવાદનાં હતા જે ચોંકાવાનારું હતું. 


અમદાવાદમાં કોરોના બેકાબુ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને કોર્પોરેટર પોઝિટિવ

આજના દિવસમાં કોરોના મુદ્દે ગુજરાત માટે સારો પણ રહ્યો હતો અને નરસો પણ રહ્યો હતો. ગુજરાતમાં આજે સૌથી વધારે 186 દર્દીઓ સાજા થયા હતા જેમને રજા આપી દેવાઇ હતી. જો કે કોરોનાનાં રેકોર્ડ 441 કેસ પણ આજે જ નોંધાયા હતા. આ ઉપરાંત રેકોર્ડ 49 લોકોનાં મોત પણ નિપજ્યાં હતા. આ ઉપરાંત અમદાવાદમાંથી રેકોર્ડબ્રેક 349 કેસ નોંધાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર