સેવાનિવૃત થયા તમામ પોલીસ કર્મચારીઓને કરાર આધારિત એક્સટેંશન, સસ્પેંન્ડેડ કર્મચારી પણ હાજર

હાલ કોરોના મહામારી સામે ગુજરાત લડી રહ્યું છે. તેવામાં મેડિકલ સ્ટાફ અને પોલીસ ફ્રન્ટલાઇન વોરિયર્સ સ્વરૂપે સમગ્ર ગુજરાતની રક્ષા કરી રહ્યા છે. તેવામાં કેટલાક વયનિવૃત થઇ રહેલા પોલીસ કર્મચારીઓનો સમયગાળો લંબાવવાનો નિર્ણય ગૃહવિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

Updated By: May 6, 2020, 12:08 AM IST
સેવાનિવૃત થયા તમામ પોલીસ કર્મચારીઓને કરાર આધારિત એક્સટેંશન, સસ્પેંન્ડેડ કર્મચારી પણ હાજર

ગાંધીનગર : હાલ કોરોના મહામારી સામે ગુજરાત લડી રહ્યું છે. તેવામાં મેડિકલ સ્ટાફ અને પોલીસ ફ્રન્ટલાઇન વોરિયર્સ સ્વરૂપે સમગ્ર ગુજરાતની રક્ષા કરી રહ્યા છે. તેવામાં કેટલાક વયનિવૃત થઇ રહેલા પોલીસ કર્મચારીઓનો સમયગાળો લંબાવવાનો નિર્ણય ગૃહવિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

વતન જવા આતુર હજારો શ્રમજીવી સોનીની ચાલી ખાતે એકત્ર થતા તંત્ર દોડતું થયું

કોરોનાવાયરસની કામગીરીમાં રોકાયેલા પોલીસ કર્મચારી અધિકારીઓ કે જેવો ૩૧ મે કે જૂન મહિનામાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થાય છે.  તેઓને કરાર આધારીત જુલાઈ મહિના સુધી રાખવાનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાવાયરસમાં કરાર આધારે નિવૃત પોલીસ કર્મચારી અધિકારીઓને લેવામાં આવ્યા હતા. તેમની બે માસની મુદત ૩૧ મે પૂર્ણ થાય છે. તેઓને વધુ બે મહિના માટે રાખવાનો પણ ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લીધો.

કોરોનાને કાબુમાં લેવા અનુભવી અધિકારીઓને સોંપાયો હવાલો, ટોપના અધિકારીઓ વચ્ચે યોજાઇ બેઠક

ગૃહવિભાગ દ્વારા તમામ નિવૃત થયેલા અથવા અગાઉ નિવૃત થઇ ચુકેલા તમામ પોલીસ કર્મચારીઓને જુલાઇ મહિના સુધી કરાર આધારિત નિમણુંક આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા દ્વારા ફરજ મોકુફી (સસ્પેન્ડ) પર ઉતારવામાં આવેલા 13 પી એસ આઇ અને 9 પી.આઈને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી પુનઃ ફરજ  નિમણૂક આપવામાં આવી છે. જોકે આ તમામને આઈ બી એટલે કે ઈન્ટેલિજન્સ બ્યુરોમાં નિમણૂક કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર