રવિ અગ્રવાલ, વડોદરા: શહેરના બાવામાનપુરા (Bawamanpura) વિસ્તારમાં 3 માળની નિર્માણાધીન ઈમારત ધરાશયી (Under Construction building collapsed)  થતા 3 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષો સામેલ છે. મૃતકો મજૂરો હતા. સૂચના મળતા જ પ્રશાસન અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: 1404 નવા કેસ નોંધાયા, 12નાં મોત, 1336 દર્દીઓ સાજા થયા


મળતી માહિતી મુજબ વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં અચાનક એક નિર્માણાધીન ઈમારત ધસી પડી. જેમાં એક મહિલા અને 2 પુરુષો સહિત 3 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. 18 વર્ષના યુવકને જીવતો બહાર કાઢવામાં આવ્યો. દુર્ઘટના ઘટી ત્યારે આ ઈમારતની છત પર 4 લોકો સૂતા હતા. ફાયર બ્રિગેડ દ્વારા હજુ પણ રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે. તમામ કાટમાળ હટાવીને કોઈ વ્યક્તિ દબાયેલો છે કે નહીં તે ખરાઈ કરવામાં આવશે. 


અમદાવાદ: 2 IPS અધિકારીઓનાં બાજુના બંગ્લામાં રહેતા ડોક્ટરના ઘરેથી ધોળા દિવસે થઇ લૂંટ


એવી પણ માહિતી મળી છે કે એક વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે દટાયેલો છે. સ્થાનિકોના જણાવ્યાં મુજબ આ ઈમારત પહેલેથી એક બાજુ નમેલી હતી. લોકોએ તેની ફરિયાદ પણ કરી હતી પરંતુ છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ તે મોટો પ્રશ્ન છે. સોમવારે મોડી રાતે ઈમારત તૂટી પડવાથી 3 મજૂરોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube