Banaskantha News : તો સાંભળ્યું તમે, થરાદ મારે નથી જવું...હા ધાનેરા અને કાંકરેજના લોકોની માગણી છે કે અમારે બનાસકાંઠામાં જ રહેવું છે. કાંકરેજ અને ધાનેરા આમ તો થરાદથી નજીક પરંતુ અને પાલનપુર થોડુ દૂર છે. છતાં પણ આ તાલુકાના લોકોને પાલનપુરમાં જ રહેવું છે. શું છે તેનું કારણ? વડુમથક કોને ત્યાંથી કેટલું દૂર છે?,...જુઓ વિરોધના વંટોળનો આ ખાસ અહેવાલ. 


  • કેમ ઉઠ્યો છે આ વિરોધનો વંટોળ?

  • કાંકરેજ, ધાનેરા તાલુકો કેમ નારાજ?

  • ધાનેરાને કેમ બનાસકાંઠામાં રહેવું છે?

  • કાંકરેજને પણ કેમ થરાદ નથી જવું?

  • કોને ત્યાંથી કેટલું છે વડામથકનું અંતર?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાનેરાના લોકોએ પોતાના તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માટે વિશાળ રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું..સાથે જ ચીમકી આપી છે કે જો આગામી સમયમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરાશે. ધાનેરાની માફક કાંકરેજમાં પણ કંઈક આવું જ છે. કાંકરેજના લોકોની માગણી પણ બનાસકાંઠામાં જ રહેવાની છે. આ માટે કાંકરેજ પણ બંધ રહ્યું અને રેલી કાઢીને આવેદન પત્ર આપવામાં આવ્યું. 


ભાજપે નવા પ્રમુખોની નિમણૂંકો માટે બનાવ્યા નવા માપદંડ, આવા નેતાઓને જ મળશે સ્થાન


કાંકરેજ અને ધાનેરાને નવા વાવ-થરાદ જિલ્લામાં નથી જવું. જ્યારે દિયોદરને નવો જિલ્લો જોઈએ છે. દરેકની અલગ અલગ માગ છે. પરંતુ હવે તમે ક્યાંથી કેટલું અંતર થાય છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લો. તો કાંકરેજથી થરાદનું અંતર 68 કિલોમીટર છે, જ્યારે કાંકરેજથી પાલનપુરનું અંતર 71 કિલોમીટર થાય છે. વાત ધાનેરાની કરીએ તો ધાનેરાથી થરાદનું અંતર 46 કિલોમીટર અને ધાનેરાથી પાલનપુરનું અંતર 61 કિલોમીટર થાય છે. હવે દિયોદરથી થરાદનું અંતર 40 કિલોમીટર અને દિયોદરથી પાલનપુરનું અંતર 79 કિલોમીટર દૂર છે. આ જાણકારીથી તમે સમજી શકો છો કે લોકોને હવે પોતાના જિલ્લા મથકે જવા માટે કેટલું અંતર કાપવું પડશે. 


જિલ્લા મથક કેટલું દૂર? 


  • કાંકરેજથી થરાદનું અંતર 68 કિલોમીટર 

  • કાંકરેજથી પાલનપુરનું અંતર 71 કિલોમીટર

  • ધાનેરાથી થરાદનું અંતર 46 કિલોમીટર

  • ધાનેરાથી પાલનપુરનું અંતર 61 કિલોમીટર

  • દિયોદરથી થરાદનું અંતર 40 કિલોમીટર

  • દિયોદરથી પાલનપુરનું અંતર 79 કિલોમીટર 


દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે જોવું રહ્યું સરકાર આગામી સમયમાં શું નિર્ણય લે છે.


ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ, જાન્યુઆરીમાં આવી રહ્યો છે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ