રજની કોટેચા/ઉના :લોકડાઉનાં ઠેરઠેર ચિંતાનો અને માહોલ છવાયેલો જોવા મળ્યો છે. આ વચ્ચે જ દુખદ ઘટનાઓ પણ બની જતી હોય છે. ત્યારે વધુ એકવાર લોકડાઉનનો વરવો ચહેરો સામે આવ્યો છે. ઉનામાં મીઠાઈની દુકાનમાં કામ કરતા યુવકનું દીકરીનું રાજસ્થાનમાં મોત નિપજ્યું છે. ત્યારે લોકોડાઉનને પગલે પિતા વ્હાલસોયી દીકરીનો ચહેરો પણ જોઈ ન શક્યા. વીડિયો કોલિંગ દ્વારા તેમણે દીકરીનું મોઢું જોયું હતું. 


વડોદરાની પોળોમાં કોરોના પહોંચ્યો, મંત્રી યોગેશ પટેલના ભાભીને લાગ્યો ચેપ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ રાજસ્થાનનો જગદીશ રાણા રાજપૂત નામનો યુવક ઉનામાં મીઠાઈની દુકાનમાં નોકરી છે. જગદીશ વર્ષોથી આ દુકાનમાં કામ કરે છે. તેનો પરિવાર રાજસ્થાનમાં તેના ગામમાં વસે છે. 12 એપ્રિલના રોજ જગદીશની 3 વર્ષની દીકરી ગીતાનું અવસાન થયું હતું. લોકડાઉન હોવાને કારણે જગદીશ રાજસ્થાન જઈ ન શક્યો. ત્યારે મોબાઈલમાં વીડિયો કોલિગ દ્વારા જગદીશે છેલ્લીવાર દીકરીનું મોઢું જોયું હતું. તો રડતા ચહેરે તેણે રાજસ્થાન જવાની જીદ કરી હતી. પરંતુ જગદીશના પિતાએ તેને સલાહ આપી હતી કે, જ્યાં છે ત્યાં જ રહો. લોકડાઉન પૂરું થાય ત્યારે રાજસ્થાન આવવાની પિતાએ તેને સલાહ આપી હતી. પરંતુ દીકરીને ગુમાવવાની વાતથી જ જગદીશ ભાંગી પડ્યો હતો. 


કોરોના વાયરસ અનેક લોકોનો જીવ ભરખી ગયો છે. તો અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયા પરિવારજનને ગુમાવ્યા છે. કેટલાક લોકો પોતાના મૃત પરિવારજનને છેલ્લી વાર જોઈ પણ શક્યા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર