Gujarat Weather Forecast : એક દાયકામાં પહેલીવાર દોઢ મહિનો ઠંડી મોડી શરૂ થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળાની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. કચ્છનું નલિયા 9 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. તો ગુજરાતના 20 શહેરોમાં તાપમાનનો પારે 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. અને આ વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી આવી ગઈ છે. અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 8, 9 અને 10 જાન્યુઆરીએ રાજ્યમાં વરસાદ પડી શકે છે. ત્યારે કમોસમી માવઠું ફરી ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખોએ આવશે વરસાદ 
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે માહિતી આપી કે, આગામી બે દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર નહી થાય. ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી ચાર દિવસ બાદ વરસાદની શક્યતા છે. ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી છે. 8-9-10 જાન્યુઆરીએ વરસાદ આવી શકે છે. અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહી થાય. ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદ 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. 


સામાજિક, રાજકીય અને સહકારી ક્ષેત્રમાં દબદબો ધરાવતા ગુજરાતના પૂર્વ ધારાસભ્યનું નિધન


રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે. હવે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે. 8,9,10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતના 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હંમેશા ઠંડુગાર રહેતુ નલિયા બીજા ક્રમે આવી ગયું છે. 


જાણો કયું શહેર બન્યું સૌથી વધારે ઠંડુગાર
મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતના 20 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સહન ન થાય તેટલો ગગડી ગયો છે. વિવિધ શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે. 20 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તો 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. 


દેશમાં પહેલીવાર ગુજરાત લાવ્યું ઈ-નોટરી સિસ્ટમ, ડોક્યુમેન્ટમાં ખોટું થશે તો પકડાઈ જશો


  • ડીસા 10.5 ડિગ્રી તાપમાન, ભુજ 10.9 ડિગ્રી તાપમાન

  • અમદાવાદમાં તાપમાન 13.8, ગાંધીનગરમાં 12.0 ડિગ્રી તાપમાન

  • કેશોદ 10.1 ડિગ્રી તાપમાન, વલ્લભવિધ્યાનગર 13.7 ડિગ્રી

  • વડોદરા 14.6 ડિગ્રી તાપમાન, સુરત 16.4 ડિગ્રી તાપમાન

  • મહુવા 12.5 ડિગ્રી તાપમાન, કંડલા 11.4 ડિગ્રી તાપમાન

  • અમરેલી 11.4 ડિગ્રી તાપમાન, પોરબંદર 12.6 ડિગ્રી

  • રાજકોટ 10.4 ડિગ્રી તાપમાન , સુરેન્દ્રનગર 12.7 ડિગ્રી


શિયાળામાં ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગાર્ડનમાં વોકર્સની સંખ્યા વધી છે. અમદાવાદના પરિમલ ગાર્ડનમાં લોકો વિવિધ રીતે કસરત કરતા નજરે પડ્યા છે. તો યંગસ્ટર એક્સરસાઈઝ કરતા જોવા મળ્યા. તો બીજી તરફ સિનિયર સીટીઝન્સ યોગા કરતા જોવા મળ્યા. ઠંડીનો ચમકારો વધતા લોકોનો કસરસ કરી તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આણંદમાં કાતિલ ઠંડીનો સપાટો ફરી વળ્યો છે. કાતિલ ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. ઠેર ઠેર લોકો તાપણા સળગાવી ગરમાવો મેળવતા નજરે પડ્યા છે. કાતિલ ઠંડીમાં ચ્હાની ચુસ્કી મારવા કિટલી પર ભીડ જામી છે. તો સુસવાટા મારતા ઠંડા પવનો ફૂંકાતા તાપમાનનો પારો ગગડ્યો છે. આણંદમાં લઘુત્તમ તાપમાન 13.2 ડી. સે નોંધાયું છે. તો પવનની ગતિ પ્રતિ કલાક 4.5 કિમી નોંધાઇ છે. 


નોકરી માટે બાયોડેટા તૈયાર રાખજો : ગુજરાતમાં આ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે