ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહી
Rain Alert : રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી, ડાંગ, વાપી, સુરત, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પડ્યો ધીમી ધારે વરસાદ... હજુ 4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Monsoon 2024 Prediction : ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આજે પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, પંચમહાલ દાહોદ, સુરત, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો આગામી ત્રણ દિવસ ગીરસોમનાથ, ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડરસ્ટ્રોમની આગાહી છે. જેમાં વાવાઝોડા જેવા સુસવાટાભર્યા પવન સાથે વરસાદ આવશે. આ તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે. જોકે, ખરાબ સમાચાર એ છે કે, હાલ પાંચ દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહિવત છે.
9 જૂન
પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, પંચમહાલ દાહોદ, સુરત, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
10 જૂન
સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, પંચમહાલ દાહોદ, સુરત, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે આવ્યો વરસાદ, હિંમતનગરમાં મેઘરાજાની જોરદાર બેટિંગ
11 જુન
અમદાવાદ,દ્વારકા,પોરબંદર,રાજકોટ,બોટાદ, ગાંધીનગર,અરવલ્લી,મહીસાગર,,ખેડા,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,જૂનાગઢ,પંચમહાલ,નર્મદા,અમરેલી,ગીરસોમનાથ,દીવ,ભાવનગર,દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી
12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસું અને પ્રીમોન્સુનની મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આજે ચોમાસું મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. 9થી 13 જૂન સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. 14 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આવશે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
સુરતમાં રસ્તાની સાઈડ પર પરિવાર સુખદુખની વાતો કરતો બેસ્યો હતો, કાળ બનીને આવી કાર, 3 ના મોત
વાવાઝોડા જેવા પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે વરસાદને નાવકાસ્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરાઈ છે. તો વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. નર્મદા, નવસારી, ડાંગ, તાપીમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.
અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ, આ સમયે કરજો વાવણી
ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.
જૂના માટલમાંથી ઠંડું પાણી મેળવવાની 100 વર્ષ જૂની ટ્રીક, ફ્રીજ કરતા ઠંડુ પાણી આપશે