ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે આવ્યો વરસાદ, હિંમતનગરમાં મેઘરાજાની જોરદાર બેટિંગ

Rain Alert : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા પવન સાથે વરસાદનું આગમન થયું છે. ગત રાતે સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. 
 

1/7
image

હિંમતનગરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે પવન ફૂંકાતા અનેક બેનરો અને ઝાડ થયા ધરાશાયી થયા છે. હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો છે. કાંકણોલ, નવા, બળવંતપુરા વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે. ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વીજળી પુરવઠો ખોરવાયો હતો.

2/7
image

મોડીરાત્રે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યોહતો. મોડાસા અને ભિલોડા પંથકમાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો. તો અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થતા લોકો હરખાયા હતા. વરસાદ પડતાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજળી ગૂલ થઈ હતી. 

3/7
image

ગત રાતે સાબરકાંઠા જિલ્લામાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગત રાત્રિએ વાવાઝોડા જેવા સુસવાટાભર્યા પવન સાથે આવેલા વરસાદને કારણએ ઠેરઠેર બેનરો અને ઝાડ પડી ગયા છે. વિવિધ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે. 

4/7
image

બોટાદના બરવાળા શહેર અને પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અતિ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો  હતો. જેમાં લોકોને મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હોય તેવું લાગ્યુ હતું. જોરદાર પવનના કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો અને ઝરમર વરસાદ આવ્યો હતો. વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગરમીથી લોકોને રાહત થઈ છે. છેલ્લા 24 કલાકમાં વિજયનગર 02 મિમી,હિંમતનગર 13 મિમી અને પ્રાંતિજ 04 મિમી વરસાદ નોંધાયો છે. 

5/7
image

હવામાન વિભાગે વરસાદને નાવકાસ્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરાઈ છે. તો વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. નર્મદા, નવસારી, ડાંગ, તાપીમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. 

6/7
image

7/7
image