▪૩૦થી ઓછા મુસાફરો સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા પોલીસનું બસમાં ચેકિંગ શરૂ
▪વતન જતા શ્રમિકો તંત્રને સહકાર આપે તે સમજણ આપવા પોલીસ અધિકારીઓને શ્રમિક વસાહતોની રૂબરૂ મુલાકાત લેવા સૂચના
▪મોટા શહેરોને ગામડાઓ સાથે જોડતા રસ્તાઓ ઉપર વિશેષ બંદોબસ્ત સાથે પોલીસની વોચ
▪કોરોના આ લાંબી લડાઈમાં સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને જીવનનો ભાગ બનાવી લેવા અપીલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર : ગુજરાતમાં હાલ લોકડાઉન છે અને તેનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. આ અંગે માહિતી આપતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી અન્ય વિસ્તારોમાં સંક્રમણને ફેલાતું અટકાવવા તથા લોકોને સંક્રમણમાંથી બચાવવા લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજ્યની પોલીસ શક્ય તેટલી વધુ સઘન કામગીરી કરી રહી છે.  રાજ્યના પોલીસ વડા  શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી સંક્રમણ બહાર ન જાય તે માટે પેરા મીલેટરી સહિત શક્ય તેટલા વધુ પોલીસ ફોર્સ સાથે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યા છે.


કોરોનાના પ્રકોપ વચ્ચે રથયાત્રાને લઈને આવ્યાં મહત્વના સમાચાર 


પોલીસને સહયોગ આપો અને જાતે જ લોકડાઉનનો અમલ કરો. મોટા શહેરોને ગામડાઓ સાથે જોડતા રસ્તાઓ ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવી પોલીસ દ્વારા લોકોની બિનજરૂરી અવર-જવર ઉપર સઘન વોચ રાખવામાં આવી રહી છે. સંક્રમણ અટકાવવા સરકાર અને વહીવટીતંત્ર તરફથી લેવાયેલા નિર્ણયોના અસરકારક અમલીકરણ માટે રાજ્યની પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહી છે. સાંજે ૭ થી સવારે ૭ વાગ્યા સુધી લોકોની અવર-જવર ઉપર મુકવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધનો વધુ કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે.


ગુજરાતે સૌથી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી, આયોજનબદ્ધ રીતે શ્રમિકોને મોકલાઈ રહ્યાં છે વતન


રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બસ સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારે તેમાં પણ મુસાફરોની સંખ્યા નિયત કરવામાં આવી છે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન થઈ શકે. બસમાં ૩૦થી ઓછા મુસાફરો સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા આવી રહ્યું છે કે કેમ તે તપાસ કરવા માટે પોલીસ દ્વારા હવે બસમાં પણ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે તેમ  ઝાએ ઉમેર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, ત્યારે શ્રમિકો ધીરજ રાખે અને તંત્રને સહકાર આપે તે આવશ્યક છે. વતન જતા શ્રમિકો તંત્રને સહકાર આપે તે અંગેની સમજણ આપવા શ્રમિક વસાહતોની રૂબરૂ મુલાકાત લેવા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું ઝાએ વધુમાં ઉમેર્યું હતું.


સારા સમાચાર...ગુજરાતનો આ જિલ્લો બન્યો કોરોના મુક્ત


કોરોનાની આ લાંબી લડાઈમાં સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને જીવનનો જ એક ભાગ બનાવી લેવામાં આવે તે જરૂરી છે. વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૧૯૨ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૨,૨૪૩ ગુના દાખલ કરીને ૨૨,૫૫૯ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૭૯ ગુના નોંધીને ૭૪ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૩૦૩૨ ગુના નોંધીને ૪૧૫૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


કોરોનાકાળમાં રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય


રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૧૬ ગુનામાં ૨૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં ૬૬૫ ગુનામાં કુલ ૯૨૬ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૨૦ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૭૫૪ ગુના દાખલ કરીને ૧૫૬૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૨૩ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા ૭૦૮ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.


અમદાવાદ: કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલી મહિલાના અંગો પરથી દાગીના ગાયબ


પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના ૨૧૨ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૩૫૦૬ ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના ૪૦ સહિત આજદિન સુધીમાં કુલ ૧૩૭૦ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના ૬૨ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૧૧૮૧ ગુના દાખલ કરવામાં આવ્યા છે.


અમદાવાદ: કોરોનાના વધતા આંકડા પર વાગી બ્રેક પણ...આ બાબતે ઉપજાવી મોટી ચિંતા


ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ૨૧૩૧ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૭૧૦ ગુના તથા અન્ય ૪૭૯ ગુના મળી અત્યાર કુલ ૩૩૨૦ ગુનાઓ દાખલ કરી કુલ ૩૮૯૧ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૫૫૯૬ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૫૧,૫૧૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ૫૫૧ અને અત્યાર સુધીમાં ૨,૧૭,૪૨૭ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube