અમદાવાદ: કોરોનાના વધતા આંકડા પર વાગી બ્રેક પણ...આ બાબતે ઉપજાવી મોટી ચિંતા

રાજ્યભરમાં અત્યાર સુધીમાં 113493 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 8195 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં 45 હજારથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 3 હજાર જેટલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં. ટેસ્ટિંગની સંખ્યા અને સામે આવેલા દર્દીઓની સંખ્યાથી સ્પષ્ટ છે કે જેટલું વધુ ટેસ્ટિંગ એટલા વધુ દર્દીઓ.પરંતુ ટેસ્ટિંગના આંકડા પર નજર ફેરવીએ તો 1 મે થી 6 મે સુધી ટેસ્ટિંગના આંકમાં સતત વધારો થયો, પરંતુ 6 મે બાદથી ટેસ્ટિંગની સંખ્યામાં થયો છે સતત ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 5 દિવસથી ટેસ્ટિંગ ઘટતાં દર્દીઓની સંખ્યા ઓછી થઈ અથવા તો સ્થિર થતી જોવા મળી. એક સંક્રમિત વ્યક્તિ અન્ય કેટલાકને પણ સંક્રમિત કરે છે, એવામાં ટેસ્ટિંગ ઘટતાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો બંને ચિંતાજનક બાબત ગણી શકાય. 

અમદાવાદ: કોરોનાના વધતા આંકડા પર વાગી બ્રેક પણ...આ બાબતે ઉપજાવી મોટી ચિંતા

અતુલ તિવારી, અમદાવાદ: રાજ્યભરમાં અત્યાર સુધીમાં 113493 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 8195 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં 45 હજારથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 3 હજાર જેટલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં. ટેસ્ટિંગની સંખ્યા અને સામે આવેલા દર્દીઓની સંખ્યાથી સ્પષ્ટ છે કે જેટલું વધુ ટેસ્ટિંગ એટલા વધુ દર્દીઓ.પરંતુ ટેસ્ટિંગના આંકડા પર નજર ફેરવીએ તો 1 મે થી 6 મે સુધી ટેસ્ટિંગના આંકમાં સતત વધારો થયો, પરંતુ 6 મે બાદથી ટેસ્ટિંગની સંખ્યામાં થયો છે સતત ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 5 દિવસથી ટેસ્ટિંગ ઘટતાં દર્દીઓની સંખ્યા ઓછી થઈ અથવા તો સ્થિર થતી જોવા મળી. એક સંક્રમિત વ્યક્તિ અન્ય કેટલાકને પણ સંક્રમિત કરે છે, એવામાં ટેસ્ટિંગ ઘટતાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો બંને ચિંતાજનક બાબત ગણી શકાય. 

ટેસ્ટિંગના આંકડા પર ફેરવો નજર
ટેસ્ટિંગના આંકડાઓ પર નજર કરીએ તો 1 મેના રોજ 4767, 2 મે 5342, 3 મે 5944, 4 મે 4588, 5 મે 4984, 6 મે 5559, 7 મે 4762, 8 મે 4834, 9 મે 4263, 10 મેના રોજ 3843 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં જોવા મળ્યું કે 1 મે થી 6 મે સુધી ટેસ્ટિંગના આંકમાં સતત વધારો થયો, પરંતુ 6 મે બાદથી ટેસ્ટિંગની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. 

રાજ્યભરમાં 6 મે ના રોજ 5559 લોકોના થયા હતા ટેસ્ટિંગ જ્યારે 10 મે ના રોજ માત્ર 3843 વ્યક્તિઓના જ ટેસ્ટિંગ કરાયા. એટલે લગભગ 35 ટકા જેટલું ટેસ્ટિંગ ઘટ્યું. ઘટતું ટેસ્ટિંગ ચિંતાજનક કહી શકાય. 

રાજ્યભરમાં 30 એપ્રિલથી 5 મે સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી
રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં  4100થી વધુ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 30 એપ્રિલ - 313, 1 મે - 326, 2 મે 333, 3 મે - 374, 4 મે - 376, 5 મે - 441, 6 મે - 380, 7 મે - 388, 8 મે 390, 9 મે 394, 10 મે 398 વ્યક્તિઓ કોરોનાના શિકાર થયા. રાજ્યભરમાં 30 એપ્રિલથી 5 મે સુધી કોરોના સંક્રમીતોની સંખ્યા સતત વધી. પરંતુ 5 મે બાદ કોરોનાના સંક્રમીતોની સંખ્યા ઘટી અને સ્થિર થતી જોવા મળી, જે સારો સંકેત કહી શકાય પરંતુ તેની સામે અનેક સવાલો પણ ઊભા થયા છે.

વધુ વિગતો માટે જુઓ video

અમદાવાદમાં છેલ્લા 11 દિવસમાં 3000થી વધુ કોરોના પોઝિટિવ 
અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 11 દિવસમાં 3000 થી વધુ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આંકડાકીય માહિતી જોઈએ તો 30 એપ્રિલ - 249, 1 મે - 267, 2 મે 250, 3 મે - 274, 4 મે - 259, 5 મે - 349, 6 મે - 291, 7 મે - 274, 8 મે 269, 9 મે 280, 10 મેના રોજ 278 વ્યક્તિઓ કોરોનાના શિકાર થયા. 

5 મે બાદ કોરોનાના સંક્રમિતોની ઘટેલી સંખ્યાથી સવાલ ઊભા થયા
અમદાવાદમાં 30 એપ્રિલથી 5 મે સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી પરંતુ 5 મે બાદ કોરોનાના સંક્રમિતોની સંખ્યા ઘટી અને સ્થિર થતી જોવા મળી. જે સારો સંકેત તો ગણાય પરંતુ સાથે અનેક સવાલ પણ ઊભા કરી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા 5 મે ના રોજ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ક્વોરન્ટીન થયા હતા. AMC કમિશનર વિજય નહેરા હોમ ક્વોરન્ટાઈન થતા કોરોનાના વધતા આંકડાઓ પર અચાનક બ્રેક લાગી ગઈ. કોરોનાના વધતા આંક પર બ્રેક લાગવી સારા સંકેત પરંતુ એક કોરોનાનો દર્દી અન્ય કેટલાયને સંક્રમિત કરે છે એવામાં અચાનક આંકડાઓ ઘટવા પણ ચિંતાજનક બાબત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news