અમદાવાદ: કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલી મહિલાના અંગો પરથી દાગીના ગાયબ

શહેરના અમરાઈવાડીમાં શુરા ભગતની ચાલીમાં રહેતા ૫૪ વર્ષના આધેડ મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન આજે કોવિડ હોસ્પિટલ સિવિલમાં મૃત્યુ નિપજ્યું. જોકે તે મૃતદેહ જ્યારે તેમના પતિને બતાવવામાં આવ્યો તો તેમના શરીરના અંગો પરથી સોનાના ઘરેણા ગાયબ હતા.

Updated By: May 11, 2020, 01:17 PM IST
અમદાવાદ: કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલી મહિલાના અંગો પરથી દાગીના ગાયબ
સાંકેતિક તસવીર

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: શહેરના અમરાઈવાડીમાં શુરા ભગતની ચાલીમાં રહેતા ૫૪ વર્ષના આધેડ મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન આજે કોવિડ હોસ્પિટલ સિવિલમાં મૃત્યુ નિપજ્યું. જોકે તે મૃતદેહ જ્યારે તેમના પતિને બતાવવામાં આવ્યો તો તેમના શરીરના અંગો પરથી સોનાના ઘરેણા ગાયબ હતા.

મળતી માહિતી મુજબ અમરાઈવાડીના 54 વર્ષની મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન આજે કોવિડ હોસ્પિટલ સિવિલમાં મત્યુ નિપજ્યું અને મૃતદેહ જ્યારે પતિએ જોયો તો શરીર પરથી સોનાના દાગીના ગાયબ થયેલા જોવા મળ્યાં. કાનની સોનાની બુટ્ટીઓ, નાકની સોનાની ચૂની અને મોબાઈલ ચાર્જર સુદ્ધા ગાયબ હતાં. આ અંગેની ફરિયાદ મૃતક મહિલાના પતિએ શાહીબાગ પોલીસમાં નોંધાવી છે. 

જુઓ LIVE TV

જ્યારે આ અંગેની રજૂઆત સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડને કરવામાં આવી તો તેમણે  સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ સહિત રાજયના મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન તેમજ શહેર પોલિસ કમિશનરને પત્ર લખી તે અંગેની તપાસ માટે કાર્યવાહી કરવાની માગ કરી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube