હાલોલ : તાલુકાના પાવાગઢ નજીક આવેલ મોટી ઉભરવાણ ગામે સગી માતાએ પોતાના જ 8 માસના પુત્રનું ગળુ દબાવી હત્યાં કરી પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સાસરિયા પક્ષ દ્વારા શારીરિક માનસિક  ત્રાસથી કંટાળી પગલું ભર્યાની હકીકત સામે આવી છે. હાલોલ તાલુકાના વાંકડિયા રાઠવા ફળિયાની 24 વર્ષીય રેશ્માના લગ્ન મોટી ઉભરવાણ ગામના  કમલેશ મહેશભાઈ ઉર્ફે મેસલાભાઈ રાઠવા સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારે રોજગારીની લાલચે મોંઘામુલી જમીન ગુમાવી, હવે રોજગારનાં નામે ઠાલા વચનો


રેશ્મા નાનપણથી જ પાવાગઢ ડુંગર પર આવેલ તેના પિતાની દુકાન સંભાળતી હતી. લગ્ન સમયે જ પિતાએ રેશ્માને  ઘરકામ આવડતું ન હોવાની ચોખવટ કરી હતી, જો કે લગ્નના થોડા જ સમય બાદ પતિ કમલેશ સસરા મહેશભાઈ, સાસુ સુગરીબેન દ્વારા  રેશ્માને જમવા તેમજ ઘર કામ બાબતે માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. સાસરી પક્ષના મહેણાં ટોણા વચ્ચે રેશ્માએ પુત્રને જન્મ આપ્યો હતો. આઠ માસ જેટલો સમય વીતી ગયા બાદ પણ પતિ તેમજ સાસરી પક્ષ દ્વારા મેહણા ટોણાનો સિલસિલો યથાવત રહ્યો હતો. શારીરિક તેમજ માનસિક ત્રાસને કારણે નાસી પાસ થઇ ગયેલ રેશ્માએ આખરે જીવન ટૂંકાવાનો નિર્ણય લીધો હતો. 


IND vs ENG: આ રીતે દર્શકોને પરત મળશે ટિકિટના પૈસા, જાણો શું છે પ્રક્રિયા


રેશ્માનો પતિ કમલેશ હાલોલનીં ખાનગી કંપનીમાં નોકરી કરતો હોય રવિવારે સવારે રેશ્માએ વહેલી સવારે  કમલેશનું ટિફિન બનાવી આપ્યું હતું. જે બાદ કમલેશ નોકરી પર ગયો હતો. બપોરના સમયે રેશ્મા ઘરમાં એકલી હોય આત્મહત્યાનો નિર્ણય કરી ચૂકેલી રેશ્માએ સૌ પ્રથમ પોતાના આઠ માસના માસુમ પુત્ર વિહાન નું ગળુ દબાવી મોત નિપજાવ્યું હતું. ત્યારે બાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. 


સુરતમાં સીટી બસ, BRTS અને પાર્કો બંધ, શાળાઓમાં 39 કોરોના પોઝિટિવ આવતા હડકંપ


રવિવાર બપોર સમયે બનેલી આ ઘટનાને લઇ રેશ્માના સાસરી પક્ષ હેબતાઈ ગયો હતો. રેશ્માનો લટકતો મૃતદેહ નીચે ઉતારી પોલીસને જાણ કરવાને બદલે બંનેના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરી દીધું હતું. પરંતુ રેશ્માના ભાઈએ  પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બંન્નેના મૃતદેહોને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી હતી, ત્યાર બાદ સમગ્ર હકીકત સામે આવી હતી. હાલોલ પોલીસે આ મામલે રેશ્મા વિરુદ્ધ હત્યાનો અને તેના પતિ, સાસુ સસરા, વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube