સુરતમાં સીટી બસ, BRTS અને પાર્કો બંધ, શાળાઓમાં 39 કોરોના પોઝિટિવ આવતા હડકંપ

રાજનેતાઓની ચૂંટણીની રેલીઓ અને સભાઓ પુરી થતાની સાથે જ, ફરી એકવખત કોરોનાના વાઇરસ સક્રિય થઇ ગયા છે, તેમાં ખાસ કરીને સુરતમાં હાલમાં સ્થિતિ બગડી રહી છે, ત્યારે મહાનગર પાલિકાને કડક કામગીરી શરુ કરી છે. જેમાં કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સીટી બસ સેવા બંધ કરવાનો  આવ્યો છે. સુરત શહેર જિલ્લામાં કોરોનાનું ફરી ગંભીર સ્વરૂપ દેખાય રહ્યું છે. સુરતમાં કોરોનાની ગઈકાલે 240 કેસો પોઝિટિવ આવાની સાથે કેસોની સંખ્યા 42716 થઇ છે. 
સુરતમાં સીટી બસ, BRTS અને પાર્કો બંધ, શાળાઓમાં 39 કોરોના પોઝિટિવ આવતા હડકંપ

સુરત : રાજનેતાઓની ચૂંટણીની રેલીઓ અને સભાઓ પુરી થતાની સાથે જ, ફરી એકવખત કોરોનાના વાઇરસ સક્રિય થઇ ગયા છે, તેમાં ખાસ કરીને સુરતમાં હાલમાં સ્થિતિ બગડી રહી છે, ત્યારે મહાનગર પાલિકાને કડક કામગીરી શરુ કરી છે. જેમાં કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સીટી બસ સેવા બંધ કરવાનો  આવ્યો છે. સુરત શહેર જિલ્લામાં કોરોનાનું ફરી ગંભીર સ્વરૂપ દેખાય રહ્યું છે. સુરતમાં કોરોનાની ગઈકાલે 240 કેસો પોઝિટિવ આવાની સાથે કેસોની સંખ્યા 42716 થઇ છે. 

જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 853 થયો છે. સુરત શહેરમાં સૌથી વધુ પોઝિટિવ કેસો અઠવા વિસ્તારમાં 65 નોંધાયા છે, તેવી જ રીતે સુરત જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 11280 થઇ છે. એક તરફ કેસો વધી રહયા છે, ત્યારે બીજી તરફ  રસી મુકવાની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે, ત્યારે સ્કૂલ - કોલેજો સહિતની સંસ્થાઓમાં કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. 

લોકો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં જાય નહીં તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ ચાર ઝોનના કેટલાક વિસ્તારોમાં સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. અઠવા, રાંદેર,  લિંબાયત અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા અડાજણ, પાલ, વેસુ અને  કાપડ માર્કેટના વિસ્તારમાં કોરોના કેસ વધુ હોવાથી આ વિસ્તારમાં ટ્રાન્પોર્ટેશન માટે ચાલતી બસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું કે બીઆરટીએસ અને સિટી બસ સેવા એવા વિસ્તારોમાં નહીં ચલાવવામાં આવે જયાં કેસો વધારે છે.

આ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધુ હોવાનું ધ્યાનમાં રાખીને બસ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા જ્યાં સૌથી વધારે લોકો ભેગા થાય છે. બાગ-બગીચાઓને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આ દેશમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી અન્ય કોઈ આદેશ ન થાય ત્યાં સુધી તમામ બાગ-બગીચાઓ સંપૂર્ણ રીતે બંધ રહેશે તેવી જ રીતે શહેરમાં આવેલી કાપડ માર્કેટોને પણ શનિવાર અને રવિવાર માટે બંધ કરવાનું જણાવવામાં આવ્યું છે. આમ કોરોના કેસો વધતા તંત્રમાં અને લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેર કમિશ્નર દ્વારા તમામ શાળાઓને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. વાલીઓને પણ અપીલ કરવામાં આવી હતી કે, શક્ય હોય ત્યાં સુધી બાળકને ઓનલાઇન શિક્ષણ જ આપે. તેવામાં આજે કોર્પોરેશન દ્વારા શાળાના વિદ્યાર્થીઓનાં ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 21 વિદ્યાર્થીઓનાં કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે 18 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પ્રકારે કુલ 39 વિદ્યાર્થી અને શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તંત્ર દ્વારા શાળાઓ અને વાલીઓ પર નીંર્ણય છોડ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news