સાસુએ પૈસા માંગ્યા જમાઇએ નહી આપતા વહુએ સાણસી મારી,થયું એવું કે બાળક રઝળી પડ્યું
સામાન્ય રીતે પતિનો ત્રાસ હોય અને પત્નીએ કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટના જોવા મળતી હોય છે. જો કે નરોડામાં એવી ઘટના બની જેમાં પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરી લીધો. યુવકના આપઘાત બાદ પત્ની અને સાસુની તો ધરપકડ કરાઈ પણ આ યુવકના નાના બાળકનું શુ તે સવાલ થઈ રહ્યો છે.
ઉદય રંજન/અમદાવાદ : સામાન્ય રીતે પતિનો ત્રાસ હોય અને પત્નીએ કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટના જોવા મળતી હોય છે. જો કે નરોડામાં એવી ઘટના બની જેમાં પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરી લીધો. યુવકના આપઘાત બાદ પત્ની અને સાસુની તો ધરપકડ કરાઈ પણ આ યુવકના નાના બાળકનું શુ તે સવાલ થઈ રહ્યો છે.
ગુજરાતના એક રાજકીય યુગનો અંગ, માધવસિંહનો દેહ પંચમહાભુતમાં વિલિન
34 વર્ષીય અનીલ પંડ્યા. જેણે એકાદ માસ પહેલા આપઘાત કર્યો હતો. અનિલભાઈની પત્નિ અને સાસુ દ્વારા પૈસાની માંગણી કરીને મારઝુડ કરતા તેઓને લાગી આવતા તેમણે 5 જાન્યુઆરીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપધાત કર્યો હતો. જે આક્ષેપ આધારે મૃતકની પત્ની અને સાસુની સામે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી. તપાસમાં સામે આવ્યું કે અનિલ પંડયા ઘણા વર્ષથી તેમના પરિવારથી અલગ રહે છે. પાંચેક વર્ષથી તેને પ્રિયા ઉર્ફે સોફિયા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા એક માસથી તે નરોડામાં આવેલી દેવનંદન સંકલ્પ સીટી ખાતે રહેતો હતો.
રાજકોટ: કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ઉજવી શકાશે ઉતરાયણ, જાણી લો નિયમો
અનિલ ગાડીઓ સિઝ કરવાનું કામ કરતો હતો. 5 વર્ષ પહેલા અનિલ પંડ્યા નામનાં યુવકે પ્રિયા ઉર્ફે સુફિયા સાથે પ્રેમલગ્ન કર્યા. ગાડીઓ સીઝ કરવાનુ કામ કરતા અનિલનાં સાસુ શીલ્પીબેન અવારનવાર તેની પાસેથી ઉછીનાં પૈસાની માંગણી કરતા હતા. બે મહિનાં પહેલા યુવકે તેની સાસુને પૈસા ન આપતા પત્નિએ તેને સાણસી પણ મારી હોવાની ધટના બની હતી. જે બાબતે પણ નરોડામાં ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં મૃતકની પત્નીની ધરપકડ કરાઈ હતી. ચાર મહિનાં પહેલા અનિલે પોતાનાં ફોનમાંથી તેના માસીને વોઇસ રેકોર્ડ કરીને મેસેજ પણ મોકલ્યો હતો.
પ્રેમમાં પાગલ થઈને ભાગી ગયેલા કિશોર-કિશોરી 14 દિવસ બાદ પરત ઘરે આવ્યા
જેમાં તેણે કહ્યુ હતુ કે “મે અનિલ પંડ્યા બોલ રહા હુ, આજસે મુજકો કુછ ભી હો જાયે તો ઉસકી જિમ્મેદારી મેરી ઓરત કી હે. વો મેરે અંદર કા જીસ્મ દબા ચુકી હે ઓર મેરા લીવર ભી ફેલ કરને કી કોશીશ કી હે". આટલું જ નહીં પૈસાની માંગણી કરીને સાસુ શિલ્પાબેન તેમજ યુવકની પત્નિ પ્રિયા ઉર્ફે સોફિયા દ્વારા પૈસા કમાવવાની તાકાત ન હોય તો મરી જા તેમ કહી ઝધડો કરતા પણ કરતા હતા. જોકે મૃતકને સંતાનમાં એક બાળક છે. આ બાળકના પિતાનું મૃત્યુ થયું અને માતા જેલ હવાલે થશે ત્યારે તેનું કોણ તે બાબત નોંધનીય બની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube