પ્રેમમાં પાગલ થઈને ભાગી ગયેલા કિશોર-કિશોરી 14 દિવસ બાદ પરત ઘરે આવ્યા

પ્રેમમાં પાગલ થઈને ભાગી ગયેલા કિશોર-કિશોરી 14 દિવસ બાદ પરત ઘરે આવ્યા
  • સોશિયલ મીડિયા કુમળીવયના બાળકો પર કેટલી ગંભીર અસર પહોંચાડે છે તેવો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો
  • વડોદરા નજીક છાણી ગામમાં એક જ ફળિયામાં રહેતા અને એક બીજાથી આકર્ષાયેલા સગીર કિશોર અને કિશોરી ફરાર થઇ ગયા

હાર્દિક દિક્ષીત/વડોદરા :‘આ દુનિયા આપણને એક નહી થવા દે...’ એવુ વિચારીને ઘરમાંથી ભાગી છૂટેલા વડોદરાના કિશોર કિશોરી આખરે મળી આવ્યા છે. વડોદરાના છાણી ગામમાંથી એક જ ફળિયામાં રહેતા કિશોર અને કિશોરી 14 દિવસ પહેલા ઘરમાંથી ભાગી છૂટ્યા હાત. એકબીજાને જીવવા મરવાના કોલ આપીને ભાગી છૂટેલા કિશોર કિશોરી આખરે 14 દિવસ બાદ વાપી પાસેથી મળી આવ્યા છે. આ કિસ્સો અનેક વાલીઓ સામે લાલબત્તી સમાન કિસ્સો છે. 

આ પણ વાંચો : સલામ છે ઈમાનદાર ગુજરાતીને, પરત કર્યાં ખાતામાં આવેલા 87 લાખ રૂપિયા

એક ફળિયામાં રહેતા કિશોર કિશોરી વચ્ચે પ્રેમ બંધાયો હતો 
સોશિયલ મીડિયા કુમળીવયના બાળકો પર કેટલી ગંભીર અસર પહોંચાડે છે તેવો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા નજીક છાણી ગામમાં એક જ ફળિયામાં રહેતા અને એક બીજાથી આકર્ષાયેલા સગીર કિશોર અને કિશોરી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ દોડતી થઇ હતી. લગ્ન કરીને સંસાર માંડવાની આશાએ આ બંને જણા ફરાર થઇ ગયા હતા. વડોદરા નજીક આવેલા ગામમાં રહેતા ઉચ્ચ જ્ઞાતિના મધ્યમ પરિવારનો 14 વર્ષનો એક કિશોર અને કિશોરી એક ફળિયામાં એક બીજાના ઘર સામે રહે છે. બંને અલગ અલગ સ્કુલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. આ કિશોર અને કિશોરી એક જ ફળિયાના હોવાના કારણે શાળાએ જવાથી માંડીને ભણવા સુધી સતત સાથે જ રહેતા હતા. જેના કારણે બંને વચ્ચે પાંચ વર્ષ પહેલા પ્રણય પાંગર્યો હતો. બંન્ને એક બીજાની સાથે જીવવા મરવાના કોલ આપી ચૂક્યા હતા. જો કે માર્ચ મહિનાથી શાળાઓ બંધ હોવાના કારણે આ બંન્ને સાથે સમય પસાર કરી શકતા નહોતા. 

લોકડાઉનને કારણે મળી શક્તા ન હતા
કિશોર કિશોરી નાનપણથી એકસાથે રહેતા હતા. મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમ બંધાયો હતો. પરંતુ લોકડાઉનથી શાળાઓ બંધ છે. તેથી બંને એકબીજાને ખૂલીને મળી શક્તા ન હતા. સ્કૂલ તેમના મળવાનું માધ્યમ હતું, તે પણ બંધ થતા બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. 

સગીર સામે ગુનો દાખલ, સગીરાને પરિવારને સોંપાઈ
જેથી પોતાના પ્રેમને પામવા માટે બંન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. ફરાર થયેલા સગીરે પોતાના ઘરમાંથી 25 હજાર રોકડા અને સંગીતા રૂપિયા 5000 લઇને ઘરેથી નિકળી ગયા હતા. લગ્ન કરવાના ઈરાદે બંને ફરાર થયા હતા. જેના બાદ બંને કિશોરોને સહીસલામત ઘરે લાવવા પ્રયાસો શરૂ કરાયા હતા. આખરે 14 દિવસ બાદ બંને વાપીમાંથી મળી આવ્યા છે. પોલીસે કિશોરનો ફોન સર્વેલન્સ પર રાખ્યો હતો. જેના આધારે પોલીસે બંનેને શોધી કાઢ્યા છે. છાણી પોલીસે કિશોરની અટકાયત કરી છે. તો કિશોરીને તેના પરિવારને સોંપી છે. છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ. ડોડિયાએ જણાવ્યું હતું કે, બંને સગીર મળી આવ્યા છે અને દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવશે. 

કેવી રીતે પકડાયા કિશોર કિશોરી

ઘરેથી ભાગી છૂટેલા કિશોર કિશોરી સાથે 50 હજાર લઈને નીકળ્યા હતા. આ રૂપિયાથી તેઓ દક્ષિણ ગુજરાતની એક હોટલમાં રોકાયા હતા. 14 દિવસ બાદ આખરે તેમના રૂપિયા ખલાસ થઈ ગયા હતા. જેથી કિશોરે પોતાનો ફોન ચાલુ કરીને મિત્રો પાસેથી મદદની માંગણી કરી હતી. કિશોરનો ફોન સર્વેલન્સ પર હોવાથી પોલીસને તેની તાત્કાલિક જાણ થઈ હતી. આમ, પોલીસને બંનેને પકડવામાં સફળતા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news