સુર્યપુત્રી અને સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મ દિવસ, આ રીતે કરાઇ ઉજવણી
અષાઢ સુદ સાતમના દિવસે સૂર્યપુત્રી તાપીમાતાનો જન્મદિવસ છે. સુરતની જીવાદોરી સમાન તાપી માતાની જન્મદિવસ નિમિતે વહેલી સવારથી જ ભક્તો તાપી કિનારે પહોચ્યા હતા. માતાજીને ચુંદણી અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. અને ભક્તોએ કોરોનાની મહામારી દુર થાય તેવી પાર્થના કરી હતી. તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો. આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે. જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે. બીજી નદીમાં સ્નાન કરીએ તો નદીને કંઈક અર્પણ કરવું પડે છે પણ તાપી વિશે એવું કહેવાય છે કે તાપી એટલી પવિત્ર અને પાવનકારી છે કે તાપી નદીના માત્ર સ્મરણ કરવાથી જ તમામ દુઃખોનો નાશ થઈ જાય છે. તાપી નદીનો ઉદગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિ.મીની છે.
ચેતન પટેલ/સુરત : અષાઢ સુદ સાતમના દિવસે સૂર્યપુત્રી તાપીમાતાનો જન્મદિવસ છે. સુરતની જીવાદોરી સમાન તાપી માતાની જન્મદિવસ નિમિતે વહેલી સવારથી જ ભક્તો તાપી કિનારે પહોચ્યા હતા. માતાજીને ચુંદણી અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. અને ભક્તોએ કોરોનાની મહામારી દુર થાય તેવી પાર્થના કરી હતી. તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો. આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે. જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે. બીજી નદીમાં સ્નાન કરીએ તો નદીને કંઈક અર્પણ કરવું પડે છે પણ તાપી વિશે એવું કહેવાય છે કે તાપી એટલી પવિત્ર અને પાવનકારી છે કે તાપી નદીના માત્ર સ્મરણ કરવાથી જ તમામ દુઃખોનો નાશ થઈ જાય છે. તાપી નદીનો ઉદગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિ.મીની છે.
RAJKOT માં વધારે એક લવ જેહાદનો કિસ્સો, યુવતીને કહ્યું મુસ્લિમ ધર્મ સ્વિકાર નહી તો...
પુરાણોમાં કહેવાયું છે કે ભગીરથ રાજા ગંગા નદીને પૃથ્વી પર અવતરણ કરવા તપ કરવા આવતા ત્યારે શુદ્ધ થવા તેઓ તાપી નદીએ આવીને સ્નાન કરતા, આમ ગંગા નદી કરતા પણ તાપી નદી કરતા જૂની છે અને એટલે જ તેને આદી ગંગા પણ કહેવાય છે. ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી નર્મદા નદીના પાણીના પગને સ્પર્શ કરવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય તાપીના સ્મરણ માત્રથી મળે છે.
સાબરકાંઠામાં ફિલ્મી સ્ટાઇલે અપહરણ, ખેતરની ઓરડીમાંથી પોલીસે ફિલ્મી સ્ટાઇલે છોડાવ્યા
1915માં આપણી માતા તાપીના નામ પરથી જ થાઈલેન્ડની એક નદીનું નામ પણ તાપી રાખવામાં આવ્યું છે. 724 કિલોમીટરનું અંતર કાપીને તાપી માતા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે. સુરતની જીવાદોરી જેને કહેવાય છે એ તાપી નદીને સુરતીઓ માતા તરીકે પૂજે છે અને એટલા માટે જ સુરતમાં તાપી નદીના મંદિરો પણ આવેલા છે. જેમાંથી એક મંદિર છે ચોક બજાર ઘંટા ઓવારા પર. જ્યાં દરરોજ આ મંદિરની પૂજા કરવામાં આવે છે અને તાપી માતાને યાદ કરીને આભાર માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube