સાબરકાંઠામાં ફિલ્મી સ્ટાઇલે અપહરણ, ખેતરની ઓરડીમાંથી પોલીસે ફિલ્મી સ્ટાઇલે છોડાવ્યા

વિમાના કામકાજ કરતા આધેડનું ગત રાત્રીએ ફિલ્મી સ્ટાઈલથી અપહરણ કરનાર એક મહિલા આરોપી સહિત પાંચ આરોપીને પોલીસે ઝડપી લીધા. મહેસાણાના ખેરાલુ નજીક ખેતરની ઓરડીમાં ગોંધી રાખેલ અપહ્યતને છોડાવ્યા.સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકામાં વીમા એજન્ટ તરીકે કામ કરતા આધેડનું ગત રાત્રીએ ફિલ્મી સ્ટાઈલથી અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાએ સહિત પાંચ લોકોએ અપહ્યત પાસેથી પૈસા પડાવવા માટે થઈને સાત આરોપીઓએ ષડયંત્ર ગોઠવી અપહરણ કર્યું હતું. 
સાબરકાંઠામાં ફિલ્મી સ્ટાઇલે અપહરણ, ખેતરની ઓરડીમાંથી પોલીસે ફિલ્મી સ્ટાઇલે છોડાવ્યા

શૈલેષ ચૌહાણ/વડાલી : વિમાના કામકાજ કરતા આધેડનું ગત રાત્રીએ ફિલ્મી સ્ટાઈલથી અપહરણ કરનાર એક મહિલા આરોપી સહિત પાંચ આરોપીને પોલીસે ઝડપી લીધા. મહેસાણાના ખેરાલુ નજીક ખેતરની ઓરડીમાં ગોંધી રાખેલ અપહ્યતને છોડાવ્યા.સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકામાં વીમા એજન્ટ તરીકે કામ કરતા આધેડનું ગત રાત્રીએ ફિલ્મી સ્ટાઈલથી અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાએ સહિત પાંચ લોકોએ અપહ્યત પાસેથી પૈસા પડાવવા માટે થઈને સાત આરોપીઓએ ષડયંત્ર ગોઠવી અપહરણ કર્યું હતું. 

જે અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં આધેડના પુત્રની ફરિયાદ નોધી હતી તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ  અલગ-અલગ છ જેટલી ટિમો બનાવી આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ડીવાયએસપી ઇડર વિભાગ, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ એમ વિવિધ ટીમો બનાવી અપહ્યત ને છોડાવવા અને આરોપીઓ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. વડાલી-હાથરવા માર્ગ પર આવેલા નવાનગર નજીક આધેડનું કારમાં અપહરણ કર્યા બાદ આરોપીઓ અપહ્યતને લઈ ગયા હતા. 

અપહરણ કરનારે આધેડના પરિવાર પાસે ૪૦ લાખની ખંડનીની માગ કરી હતી. આધેડના પુત્રએ વડાલી પોલીસ મથકે જાણ કરતા વડાલી પોલીસ અને જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટિમો બનાવી ગણતરીના કલાકોમાં જ આરોપીઓ ઝડપી લીધા છે. અપહરણ દરમિયાન આધેડ સાથે બાઇક પર સવાર યુવક પણ અપહરણમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. અપહરણકારોએ આધેડને મહેસાણાના ખેરાલુ પાસેના ડાલીસણા ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાં ગોધી રાખ્યા હતા. જ્યાંથી પોલીસે અપહ્યત આધેડને છોડાવ્યો હતો. જિલ્લા પોલીસે અલગ અલગ છ જેટલી ટિમો બનાવી આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ કાવતરું ઘડનાર સાત આરોપીઓ પૈકીના મહિલા આરોપી સહિત પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બે આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

સાબરકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાંજ પાચ જેટલા આરોપીઓની અટકાયત કરેલ છે તો અન્ય બે આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે તો આ આરોપીઓ અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

આરોપીઓના નામ:
1.સાગરભાઈ શામળભાઈ પટેલ,રહે:હિંમતપુર, તા:વડાલી.
2.સાગરભાઈ નટવરભાઈ ચૌધરી,રહે:મોરડ
3.પરબતજી ઉમાજી ઠાકોર,રહે:ચાડા, તા:ખેરાલુ.
4.કનુજી ચુનાજી ઠાકોર,રહે: ડભોડા,તા:ખેરાલુ.
5.જિજ્ઞાબેન દિલીપભાઈ પટેલ,રહે:કુબાધરોલ,તા:વડાલી.

પકડવાના બાકી આરોપી.
1.કડવાજી ફુલાજી ઠાકોર,રહે:ખેરાલુ.
2.દીનેશસિંહ સરદારજી ઠાકોર,રહે:ખેરાલુ
અપહ્યત:(ભોગ બનનાર)
1.જયંતીભાઈ રેવાભાઈ પટેલ,રહે:ધામડી,તા:વડાલી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news