તોફાન અને આંદોલનને મિનિટોમાં કાબુ લઇ લેતા રેપિડ એક્શન ફોર્સનો આજે સ્થાપના દિવસ
07 ઑક્ટ્મ્બર એટલે RAF નો સ્થપના દિવસ. RAF નું આકુ નામ રેપીડ એક્શન ફોર્સ (Rapid Action Force) છે. ભારતમાં વર્ષ 1990 માં મોટા પાયે હુલ્લડો થયા હતા. સામાજિક અરાજકતાની મોટી ઘટના ઘટી હતી. જેને ધ્યાનમાં રાખીને CRPF સાથે મળીને 07 ઑક્ટ્મ્બર 1999 માં ભારત સરકાર દ્વારા RAF ની સ્થાપના કરવામાં આવી હતી. આ ફોર્સ મુખ્યત્વે દેશના કોઈપણ વિસ્તાર કે રાજ્યમાં થતા તોફાનો હુલ્લડો અને કાયદોઅને વ્યવસ્થા કથળી હોય તે પરિસ્થિતિને ઓછા બળ પ્રયોગ દ્વારા થોડી જ વારમાં કાબુમાં લઇ લે છે. આ ફોર્સનો દેશના દરેક રાજ્યમાં થતી ચૂંટણીમાં આંદોલન રથયાત્રા ગણેશ વિસર્જન મોહરમ તાજીયા સહીતના તહેવારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઉદય રંજન/અમદાવાદ : 07 ઑક્ટ્મ્બર એટલે RAF નો સ્થપના દિવસ. RAF નું આકુ નામ રેપીડ એક્શન ફોર્સ (Rapid Action Force) છે. ભારતમાં વર્ષ 1990 માં મોટા પાયે હુલ્લડો થયા હતા. સામાજિક અરાજકતાની મોટી ઘટના ઘટી હતી. જેને ધ્યાનમાં રાખીને CRPF સાથે મળીને 07 ઑક્ટ્મ્બર 1999 માં ભારત સરકાર દ્વારા RAF ની સ્થાપના કરવામાં આવી હતી. આ ફોર્સ મુખ્યત્વે દેશના કોઈપણ વિસ્તાર કે રાજ્યમાં થતા તોફાનો હુલ્લડો અને કાયદોઅને વ્યવસ્થા કથળી હોય તે પરિસ્થિતિને ઓછા બળ પ્રયોગ દ્વારા થોડી જ વારમાં કાબુમાં લઇ લે છે. આ ફોર્સનો દેશના દરેક રાજ્યમાં થતી ચૂંટણીમાં આંદોલન રથયાત્રા ગણેશ વિસર્જન મોહરમ તાજીયા સહીતના તહેવારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ તંત્ર નિષ્ફળ? હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં જતી યુવતીઓને સેક્સ સ્લેવ બનાવવાનું મોટુ ષડયંત્ર !
આ ફોર્સ ની પહેલાથી જ ખાસિયત રહી છે કે, આવી પરિસ્થિતિમાં ખુબ જ ઓછા સમયમાં પોતાની જવાબદારી સ્વીકારી કાયદો અને વ્યવસ્થા ફરી સુસ્થાપિત કરવાની નિષ્ણાંત છે. RAF ની કુલ દેશમાં 15 બટાલિયન છે. જેમાં એક ગુજરાતમાં પણ સ્થાઈ છે. RAF જાટ આંદોલન મરાઠા આંદોલન પાટીદાર ખેડૂત આંદોલન NRC અને CAA ની સાથે કોવીડ 19 ની મહામારીમાં પણ પોલીસ સાથે રહીને ઉલ્લેખનીય કામગીરી કરી ચુક્યું છે. આરએએફની ગણના બેકાબુ થયેલી સ્થિતીને ઝડપથી કાબુમાં લેનાર ફોર્સ તરીકે થાય છે.
લોકો માટે બર્ડ પાર્ક ખુલ્લો કરીને સુરતના યુવાને કહ્યું, ‘આ મારો પરિવાર છે’
આ ફોર્સ પોલીસ અને આર્મીની વચ્ચેની કડી ગણાવી શકાય. જ્યારે સ્થિતી પોલીસનાં કાબુ બહાર જતી રહે અને લશ્કરને ઉતારવું યોગ્ય ન હોય તેવી સ્થિતીમાં આરએએફનો પ્રયોગ કરવામાં આવે છે. આ ફોર્સનાં જવાનોને ખાસ તોફાનો અને ક્રાઉડ કંટ્રોલ જેવા વિષયો પ્રત્યે ખાસ તાલીમ આપવામાં આવે છે. જેથી આવી સ્થિતીને રેપિડ એક્શન ફોર્સ દ્વારા ખાસ રીતે કાબુમાં લેવામાં ખુબ જ પ્રભાવક સાબિત થાય છે. આ ફોર્સ કેન્દ્રીય ફોર્સ હોય છે. જેથી કેન્દ્ર વિષમ સ્થિતીને કાબુમાં લેવા માટે સીધુ જ તેનું ડિપ્લોયમેન્ટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube