પોલીસ તંત્ર નિષ્ફળ? હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં જતી યુવતીઓને સેક્સ સ્લેવ બનાવવાનું મોટુ ષડયંત્ર !

હાલ સમગ્ર દેશમાં ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં છે. સુરત અને અમદાવાદ, વડોદરા સહિતનાં મહાનગરોમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ એમડી ડ્રગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. યુવાનોમાં ડ્રગ્સ એક સ્ટેટસ સિમ્બોલ બની રહ્યું છે. જો કે આ નશો સરળતાથી મળતો નથી. ડ્રગ્સના રવાડે ચડી ગયા બાદ યુવકો કોઇ પણ સ્થિતીમાં ડ્રગ્સ મેળવવા માટે કોઇ પણ હદ સુધી જવા માટે તૈયાર થઇ જાય છે. જેથી કેટલાક અસામાજીક તત્વો આવા નબીરાઓ પાસેથી પૈસા પડાવવા અને યુવતીઓનું શારીરિક શોષણ કરવા માટે મજબુર કરે છે. આવી જ એક ખુબ જ ચોંકાવનારી ઘટના બજરંગ દળના કાર્યકરો દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. 

પોલીસ તંત્ર નિષ્ફળ? હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં જતી યુવતીઓને સેક્સ સ્લેવ બનાવવાનું મોટુ ષડયંત્ર !

અમિત રાજપુત/ અમદાવાદ : હાલ સમગ્ર દેશમાં ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં છે. સુરત અને અમદાવાદ, વડોદરા સહિતનાં મહાનગરોમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ એમડી ડ્રગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. યુવાનોમાં ડ્રગ્સ એક સ્ટેટસ સિમ્બોલ બની રહ્યું છે. જો કે આ નશો સરળતાથી મળતો નથી. ડ્રગ્સના રવાડે ચડી ગયા બાદ યુવકો કોઇ પણ સ્થિતીમાં ડ્રગ્સ મેળવવા માટે કોઇ પણ હદ સુધી જવા માટે તૈયાર થઇ જાય છે. જેથી કેટલાક અસામાજીક તત્વો આવા નબીરાઓ પાસેથી પૈસા પડાવવા અને યુવતીઓનું શારીરિક શોષણ કરવા માટે મજબુર કરે છે. આવી જ એક ખુબ જ ચોંકાવનારી ઘટના બજરંગ દળના કાર્યકરો દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. 

હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં યુવતીઓને બોલાવવામાં આવે છે અને તેમને ટાર્ગેટ કરવા માટે ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવે છે. તેને એટલી હદ સુધી નશાની બંધાણી કરવામાં આવે છે કે આ યુવતીઓ પોતાનું શરીર વેચવા માટે પણ મજબુર થઇ જાય છે. આ સમગ્ર બાબત બજરંગ દળનાં કેટલાક કાર્યકર્તાઓના ધ્યાને આવતા તેમણે એક યુવતી અને તેના જેવી અન્ય કેટલીક યુવતીઓને પણ આ ચુંગાલમાંથી બચાવી હતી. 

એમડી ડ્રગ્સને કારણે પરેશાન અનેક પરિવારો પોતાનાં ઘરની આબરૂ બચાવવા માટે પોલીસ પાસે જતા નથી. ઘણા કિસ્સામાં યુવતીઓને તત્કાલ પરણાવી દેવામાં આવે છે. હાઇપ્રોફાઇલ પાર્ટીમાં જવાની ઇચ્છા ધરાવતી યુવતીઓને ટાર્ગેટ કરીને આવી પાર્ટીઓમાં લઇ જવામાં આવે છે. તેમને નશાના રવાડે ચડાવીને ટાર્ગેટ કરવામાં આવે છે. ત્યાર બાદ ડ્રગ્સ સાટે અલગ અલગ લોકો પાસે શરીર વેચવા માટે મોકલવામાં આવે છે. આ ત્રણ કિસ્સામાં પણ એક પણ મુદ્દે ફરિયાદ થઇ નથી. બજરંગ દળ દ્વારા ધાક ધમકી આપીને તે યુવકોની ચંગુલમાંથી યુવતીઓને બચાવાઇ છે. જો કે આ યુવતીઓ કે તેમનો પરિવાર ફરિયાદ માટે તૈયાર નથી.

અમદાવાદના એસપી રિંગરોડ પર આવેલા એક ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં એક યુવતી તેની સહેલીઓ સાથે ગઇ હતી. જ્યાં પાર્ટીમાં અનેક લોકો પણ સામેલ હતા. પાર્ટીમાં યુવકો યુવતીઓ સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા. ત્યારે નિશાની એક યુવક સાથે મુલાકાત થઇ હતી. બંન્ને એક બીજાના નંબર આપલે કર્યા હતા. યુવક સાથે અન્ય લોકો પણ હતા. બંન્ને અનેક પોશ વિસ્તારમાં અવાર નવાર મળતા રહેતા હતા. ધીમે ધીમે તેઓ એકાંત સ્થળે મળવા લાગ્યા હતા. નશાની આડમાં તેણે પોતે અને તેના અનેક મિત્રોએ શરીર સંબંધ બાંધ્યા હતા. યુવતી ડ્રગ્સની મજબુરીમાં તેઓ જ્યાં કહે ત્યાં પહોંચી જતી હતી. 

બજરંગ દળ દ્વારા 3 યુવતીઓને બચાવવામાં આવી
બજરંગ દળ અને બજરંગ દળના જ્વલિત મહેતા સહિતના કાર્યકરો દ્વારા આવા અલગ અલગ ત્રણ કિસ્સામાં યુવતીઓને બચાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમને ફસાવનારા વિધર્મી યુવકોને પણ તેમનાથી દુર રહેવા માટે જણાવાયું હતું. જ્વલિત મહેતાના જણાવ્યા અનુસાર વિધર્મી યુવકો દ્વારા હાઇપ્રોફાઇલ યુવતીઓને ટાર્ગેટ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને હાઇપ્રોફાઇલ પાર્ટીમાં તેમની સાથે સંબંધો કેળવીને તેમને વિશ્વાસમાં લઇને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવે છે. તેનો સેક્સ સ્લેવર તરીકે ઉપયોગ કરે છે. જ્યારે બીજી તરફ યુવતી ડ્રગ્સના બંધાણના કારણે સંબંધો બાઁધવા માટે મજબુર બની જાય છે. 

તસ્વીરો સોશિયલ મીડિયા પર મુકીને બ્લેકમેલ કરે છે. 
યુવતીઓને કોઇ પણ પ્રકારે તેઓ પોતાના ચંગુલમાં ફસાવી રાખવા માંગે છે. જેથી તેમનો ધંધો ચાલતો રહે. તેના માટે તેઓ ડ્રગનો ઉપયોગ તો કરે જ છે સાથે સાથે આ યુવતીઓ સાથેની બિભત્સ તસ્વીરો પણ પોતાની પાસે રાખે છે. જેથી કરીને જો યુવતી ડ્રગ્સથી બચી જાય તો તેમને ઇજ્જતના નામે ડરાવી શકાય. કેટલીક વખત તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ આ લોકો મુકીને યુવતીઓને પરેશાન કરતા રહે છે. 

ડ્રગ્સના નામે લવ જેહાદ
ડ્રગ્સના નામે લવ જેહાદનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો દાવો જ્વલંત મહેતાએ કર્યો હતો. જ્વલંત મહેતાએ જણાવ્યું કે, ડ્રગ્સના વ્યવસાય સાથે 90 ટકા લોકો લઘુમતી કોમનાં હોય છે. તેઓ ડ્રગ્સ પુરૂ પાડતા હોય છે. જેથી આવી હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં તેઓ પણ જાય છે અને યુવતીઓને ટાર્ગેટ કરે છે. જ્યારે યુવતીઓ ડ્રગ્સ માટે કોલ કરે ત્યારે તેની સાથે સંબંધ કેળવે છે. આ ઉપરાંત યુવતીઓ આર્થિક સંકડામણમાં હોય ત્યારે ડ્રગ્સનાં બદલે તેમને બ્લેકમેઇલ કરીને શારીરિક સંબંધો બાંધવા અને મિત્રો સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મજબુર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news