લોકો માટે બર્ડ પાર્ક ખુલ્લો કરીને સુરતના યુવાને કહ્યું, ‘આ મારો પરિવાર છે’

લોકો માટે બર્ડ પાર્ક ખુલ્લો કરીને સુરતના યુવાને કહ્યું, ‘આ મારો પરિવાર છે’
  • સુરત ડુમસ રોડના સાઈલન્ટ ઝોનમાં 6000 વારના ક્ષેત્રમાં આ બર્ડ પાર્ક આદિત્ય દેસાઈ દ્વારા તૈયાર કરાયું છે.
  • સિંગાપુર બર્ડ પાર્ક જેવી જ થીમ ઉપર આ બર્ડ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 168 બર્ડસ છે 

ચેતન પટેલ/સુરત :સુરતીઓએ બર્ડ પાર્કની મુલાકાત લેવા માટે વિદેશ જવાની જરૂર નથી. કારણ કે સુરતના એક યુવા દ્વારા સુરતમાં સિંગાપુર બર્ડ પાર્ક જેવી જ થીમ ઉપર એક બર્ડ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. ક્રિષ્ના નેચર પાર્કમાં ફક્ત એક્ઝોટિક બર્ડ જ રાખવામાં આવ્યા છે. આ પાર્કનો મુખ્ય હેતુ લોકોમાં પક્ષીઓની અલગ અલગ જાતિ અંગે માહિતી આવે તે છે. એટલું જ નહિ, પાર્કમાં પક્ષીઓને માટે તૈયાર કરાયેલા આ પાર્કમાં ઘાસ, છોડ અને ઝાડના પ્લાન્ટેશનને પણ પક્ષીઓને અનુરૂપ જ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ‘ગરબામાં એક વ્યક્તિ સંક્રમિત હશે, તો બધાને કોરોનાગ્રસ્ત કરશે’

એક એકથી ચઢિયાતા વિદેશી પક્ષીઓ 
સુરત ડુમસ રોડના સાઈલન્ટ ઝોનમાં 6000 વારના ક્ષેત્રમાં આ બર્ડ પાર્ક આદિત્ય દેસાઈ દ્વારા તૈયાર કરાયું છે. તેમાં 22 જાતના કુલ 168 એક્ઝોટિક પક્ષીઓ છે. જેમાં સ્કારલેટ મકાઉ બ્લ્યુ ગોલ્ડ મકાઉ, મીડિયમ સલ્ફર કકાટુ, આફ્રિકન ગ્રે પેરટ, એકલેટ્સ, ગોલ્ડન ફિઝન્ટ, રાજહંસ, તર્કી વગેરે જેવા પક્ષીઓ છે. મહત્વની વાત એ છે કે અહીં પક્ષીઓને અનુરૂપ જ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. વળી પક્ષીઓના ખોરાકમાં કાજુ, બદામ, મકાઈ, ગાજર, મોસંબી તેમજ તેઓ માટે આવતી સ્પેશ્યલ નટ્સ વગેરે જેવા ન્યુટ્રિશનથી ભરપૂર વાનગીઓને જ પરક્ષીઓને ખોરાક માટે આપવામાં આવે છે. તો પક્ષીઓને અનુરૂપ વાતાવરણ ઉભુ કરવા માટે બોનસાઈ, ફ્રુટ પ્લાન્ટ, પાયથસ, ઈન્ડોર પ્લાન્ટ મૂકાયા છે. વળી અહીં માછલીઓ વિશે જાણકારી આપવા માટે એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ જાતની માછલીઓ મૂકાઈ છે.

આ પણ વાંચો : ન નેતાઓ સુધર્યા, ન તો લોકો... સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાના ઉડતા પુરાવા ગામેગામ જોવા મળ્યાં

ઓછી ફી રાખવામાં આવી 
પાર્કમાં આવનારા લોકો માટે પણ બહુ જ ઓછી ફી રાખવામાં આવી છે. આ નેચરપાર્કનો મહત્વનો હેતુ બાયોડાયવર્સિટી જાળવવાનો છે, સાથે જ વિદેશી પક્ષીઓ સહિત એક્ઝોટિક પક્ષીઓ વિશે લોકોમાં જાગૃતિ આવે એ છે. પાર્કની ટિકીટનો ચાર્જ ફક્ત 100 રૂપિયા રખાયો છે, જેમાંથી પક્ષીઓના માળા અને પર્યાવરણને બચાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

આ બર્ડ પાર્ક નથી, મારો પરિવાર છે 
આદિત્ય દેસાઈ આ વિશે જણાવે છે કે, આ પાર્ક માત્ર બર્ડ પાર્ક નથી, અમારો પરિવાર છે. અમારું ઘર છે. મુંબઈમાં ઓર્નેથોલોજીસ્ટનો અભ્યાસ કર્યા બાદ જ્યારે સિંગાપોરના બર્ડ પાર્કમાં ઈન્ટર્નશિપ કરવા ગયો વખતે મને પણ આવો પાર્ક બનાવવાની ઇચ્છા થઈ હતી. જેથી છેલ્લા 4 વર્ષથી પાર્ક બનાવવા માટે કામ કરી રહ્યો હતો. આ પાર્કનો મુખ્ય હેતુ કોઈ પ્રસિદ્ધિ માટે નહિ, પરંતુ સુરતી લોકો વિદેશી પક્ષીઓ સહિતના એક્ઝોટિક પક્ષીઓ વિશે જાણકારી મેળવે એ જ છે. પક્ષીઓના ખોરાક ન્યુટ્રીશન મળી રહે એ પ્રમાણે જ તૈયાર કરાઈ છે. તેમજ તેમની આસપાસનું વાતાવરણ તેમની અનુકુળતાને અનુરૂપ બનાવવામાં અમારી ટીમ સતત કામ કરી રહી છે.

હાલ તો આ બર્ડ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર પણ રસ લે અને લોકોમાં વધુમાં વધુ પક્ષીઓ વિશે જાણકારી મેળવે તેવી ઈચ્છા આદિત્યએ દર્શાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news